બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચી શકે ટીમ ઈન્ડિયા, કેટલી મેચ જીતવી જરૂરી? સમજો સમગ્ર સમીકરણ
Last Updated: 12:30 PM, 28 November 2024
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈન્ડિયાની ટીમે પહેલી જ મેચ જીતી લીધી છે. જેથી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ ઇન્ડિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાયનલ માટે પ્રબળ દાવેદાર બની ગઈ છે. તેમ છતાં હજુ પણ બીજી ટીમોના પરફોર્મન્સ પર પણ ભારતીય ટીમનો મદાર રહેશે.
ADVERTISEMENT
અગાઉ પણ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચમાં હાર બાદ ટીમને બીજા સ્થાને જવું પડ્યું હતું. પણ ઓસ્ટ્રેલિયાને ભારતે પહેલી જ મેચમાં હરવતા તે પ્રથમ નંબરે આવી ગઈ હતી. ભારતની આ જીત ઘણી રીતે મહત્વની છે કેમ કે તેને ભારતીય ટીમ રોહિત શર્મા, શુભમન ગિલ અને મોહમ્મદ શમી વગર પણ જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. જો ભારતે હવે WTC ફાઇનલમાં જવું હોય તો તેને કેટલી મેચ જીતવી પડશે તેનું કેલક્યુકેશન જાણીશું.
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ 61.11 પોઇન્ટ સાથે નંબર એક પર છે. અને ઓસ્ટ્રેલિયાની ટીમ 57.69 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. જો ઓસ્ટ્રેલિયા અહીંથી વધુ એક મેચ હારશે તો તેને બીજા સ્થાનેથી પણ નીચે જવું પડશે
.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.