બ્રેકિંગ ન્યુઝ
VTV / How beneficial will one country, one law be in 2024? If UCC is implemented in India, what will change in the country?
Vishal Khamar
Last Updated: 08:48 PM, 27 June 2023
ADVERTISEMENT
યુનિફોર્મ સિવિલ કોડ પર PM શું બોલ્યા?
એક જ ઘરમાં પરિવારના સભ્યો માટે અલગ કાયદા ન હોય. જો એક ઘરમાં એક જ કાયદો હોય તો દેશ અલગ કાયદાઓથી કેમ ચાલે? બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત કરી છે. વિપક્ષે મુસ્લિમોનું અહિત કર્યું એટલે જ તેઓ શિક્ષણ-રોજગારમાં પાછળ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ કોમન સિવિલ કોડ લાગુ કરવાની તરફેણ કરી છે. વોટબેંકની રાજનીતિને કારણે સમાન નાગરિક સંહિતા લાગુ ન થઈ છે. પસમંદા મુસ્લિમોના શોષણ અંગે દેશમાં કયારેય ચર્ચા થઈ નથી. પસમંદા મુસ્લિમો સાથે અતિશય ભેદભાવ થયો છે.
ADVERTISEMENT
ત્રિપલ તલાક ઉપર PM શું બોલ્યા?
ત્રિપલ તલાક મુસ્લિમ બહેનોને અન્યાયકારી છે. માત્ર મુસ્લિમ મહિલા જ નહીં તેના સમગ્ર પરિવારને કાયદાથી નુકસાની છે. મુસ્લિમ સમુદાયે ત્રિપલ તલાકના ગેરફાયદા સમજવા પડશે. મુસ્લિમોએ વોટબેંકની રાજનીતિને ઓળખવી પડશે. દુનિયાના મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશમાં ત્રિપલ તલાકનો કાયદો નથી. જો ત્રિપલ તલાક ઈસ્લામ માટે જરૂરી તો પાકિસ્તાન, બાંગ્લાદેશમાં કાયદો કેમ નહીં?ઈજિપ્તે 8 થી 9 દાયકા પહેલા ત્રિપલ તલાકનો કાયદો સમાપ્ત કર્યો.
UCCની તરફેણમાં દલીલ
અલગ-અલગ ધર્મના પર્સનલ લૉ ખતમ થશે. વિવાહ, વારસાઈ, ઉત્તરાધિકારી જેવા મુદ્દાના જટિલ કાયદા સરળ બનશે. ધર્મ કે વ્યક્તિગત કાયદાના આધારે ભેદભાવ દૂર થશે. ત્રિપલ તલાક જેવી ધાર્મિક રૂઢી દૂર થશે.
UCCની વિરુદ્ધમાં દલીલ
યુનિફોર્મ સિવિલ કોડથી ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ વાગશે. વ્યક્તિગત કાયદાઓને અસર પહોંચશે. તમામ ધર્મ ઉપર હિંદુ પર્સનલ લૉ લાગુ કરવાનો આરોપ મુકાશે. દક્ષિણ અને ઉત્તરના રાજ્યના હિંદુ સમુદાયના રિવાજો ભિન્ન છે. ઉત્તરના રાજ્યોમાં સંબંધીઓ વચ્ચે લગ્ન નથી થતા, દક્ષિણમાં થાય છે. પૂર્વોત્તરના રાજ્યોના સ્થાનિક રીત-રિવાજને બંધારણ સુરક્ષા આપે છે તેને અસર થશે. લઘુમતિ સમુદાય ઉપર બહુસંખ્યક સમુદાયના કાયદા લાગુ કરવાનો આરોપ મુકાશે. કેટલાક રાજ્યમાં આદિવાસી માટેના અલગ કાયદા છે તેને દૂર કઈ રીતે કરાશે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.