શું તમને ખબર છે એર કન્ડીશનરનો આવિષ્કાર મચ્છરોના કારણે થયો છે. તમને જાણીને આશ્ચર્ય સર્જાશે પરંતુ આ હકીકત છે. મચ્છરોના કારણે ACના કોન્સેપ્ટનો જન્મ થયો.
એર કન્ડીશનરનો આવિષ્કાર મચ્છરોના કારણે થયો
19મી સદીમાં મચ્છરોના કારણે અનેક પ્રકારની બિમારીઓ હતી
આ ડૉકટરના વિચારથી વિજળીથી ચાલતા એર કન્ડીશનરનો આવિષ્કાર થયો
મચ્છર કેવીરીતે બન્યાં ACના આવિષ્કારનું કારણ?
તમે વિશ્વાસ કરો કે ના કરો, પરંતુ એર કન્ડીશનરના આવિષ્કાર પાછળ મચ્છર મોટુ કારણ છે. 21મી સદીમાં મચ્છરોને કોઈ પસંદ કરતુ ન હતુ. પરંતુ 19મી સદીમાં મચ્છર વધુ મોટી સમસ્યા બની ગયા હતા. મચ્છરોના કારણે લોકો ખૂબ પરેશાન હતા. 19મી સદીમાં મચ્છરોના કારણે અનેક પ્રકારની બિમારીઓ ફેલાઈ રહી હતી. ફ્લોરિડાના ભેજવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ હતી. આ સમસ્યાને પગલે એક સ્થાનિક ડૉકટર અને શોધક ડૉ. John Gorrieએ સ્વેમ્પસને સુકવવાની પદ્ધતિ શોધી રહ્યાં હતા ત્યારે 1841માં તેના મગજમાં હવાને ઠંડી કરવાનો વિચાર આવ્યો. તેમના મનમાં વિચાર આવ્યો કે હવાને ઠંડી કરવાથી મચ્છરોની સમસ્યાને દૂર કરી શકાય છે.
આ રીતે એર કન્ડીશનરના કોન્સેપ્ટનો જન્મ થયો
ત્યારબાદ ડૉકટર Gorrieએ જામેલી ઝીલમાંથી બરફની ડોલ મંગાવી. ત્યારબાદ આ ડોલને ફ્લોરિડાની હોસ્પિટલમાં પહોંચાડી. ડૉકટર Gorrieનો આ વિચાર કામમાં આવ્યો. પરંતુ તેમાં કેટલીક સમસ્યાઓ આવી. ત્યારબાદ Gorrieએ 1851માં એક એર કોમ્પ્રેસર ડિઝાઈન કર્યુ, જે પાણીને જમાવીને બરફ બનાવવાનુ કામ કરતો હતો. આ રીતે એર કન્ડીશનરના કોન્સેપ્ટનો જન્મ થયો. ત્યારબાદ થોડા દાયકા બાદ Willis Carrier એ વિજળીથી ચાલતા એર કન્ડીશનરનો આવિષ્કાર થયો.