બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અમદાવાદના સમાચાર / Hotel horror for 800 J&K college girls in Mumbai
Hiralal
Last Updated: 10:01 PM, 30 November 2023
ADVERTISEMENT
છોકરીઓ એજ્યુકેશન ટૂર પર જઈ હોય અને તેને સાવ બદનામ ગણાતી હોટલમાં રહેવા અપાય અને તે પછી પણ તેમને ડરામણો અનુભવ થાય તો કેવું લાગે? બે મોટા શહેરની હોટલમાં ખરાબ અનુભવ વેઠી ચૂકેલી છોકરીઓને મુંબઈની હોટલમાં પણ આવો જ ડરામણો અનુભવ થયો હતો. પહેલા દિલ્હી પછી અમદાવાદ અને હવે મુંબઈની હોટલમાં ઉતરેલી જમ્મુ કાશ્મીરની 800 છોકરીઓને ખૂબ કડવો અને ડરામણા અનુભવમાંથી પસાર થવાનો વારો આવ્યો. મુંબઈના ગોરેગાંવની એક હોટલમાં સ્ટડી ટૂર પર ગયેલી જમ્મુ-કાશ્મીરની 800 છોકરીઓનો અનુભવ ઘણો ડરામણો હતો. તેઓ જે હોટલમાં રોકાયા હતા, ત્યાં સુવિધાઓને નામે મીંડુ હતું. હોટેલની પ્રતિષ્ઠા પણ સારી નહોતી. કહેવાય છે કે થોડા સમય પહેલા આ હોટલમાં સેક્સ રેકેટને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં હોટલના સ્ટાફના મોબાઈલમાંથી નગ્ન તસવીરો પણ મળી આવી હતી. આ પછી ત્યાં ભારે હંગામો અને ડ્રામા થયો હતો.
શું હતી ઘટના
જમ્મુ-કાશ્મીરના કટરાની લગભગ 800 વિદ્યાર્થિનીઓ 19 નવેમ્બરે જ્ઞાનોદય એક્સપ્રેસમાં એજ્યુકેશન ટૂર પર આવી હતી. વિદ્યાર્થીઓની સાથે આવેલા પ્રોફેસર રાજેશ સિંહે કહ્યું કે અમને ગોરેગાંવની રોયલ પામ્સ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. કેટલીક છોકરીઓને સાકી નાકાની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. જોકે, રોયલ પામ્સમાં બધાના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રોફેસર સિંહના કહેવા પ્રમાણે દિલ્હી અને અમદાવાદ બાદ અહીંનો અનુભવ ઘણો ખરાબ રહ્યો. ઓરડાઓ ખૂબ જ ગંદા હતા અને ચાદરો પર ડાઘ હતા આને કારણે અમને બધાને ખૂબ તકલીફ પડી જોકે ભારે આઘાતની ઘટના તો ત્યારે બની કે જ્યારે હોટલના ઓનલાઈન રિવ્યૂ વખતે હોટલમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો ઝડપાયું હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
હોટલના સ્ટાફના મોબાઈલમાં મળી ન્યૂડ તસવીરો
પ્રોફેસર સિંહનું કહેવું છે કે 800 છોકરીઓ માટે ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ટેબલ માત્ર 100 લોકો માટે જ ગોઠવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે ડિનર ચાલતું હતું ત્યારે લગભગ અડધો કલાક સુધી લાઈટ બંધ રહી હતી. જ્યારે યોગ્ય રીતે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે જાણીજોઈને વીજળી કાપી નાખવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે આ વીજળી કાપવામાં આવી હતી કારણ કે શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ કેટલાક લોકોને અંદરથી બહાર કાઢવા પડ્યા હતા. આ અંગે યુવતીઓએ હોટલના સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન એક કર્મચારીએ ફોન પરથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આના પર યુવતીઓએ વીડિયો ડિલીટ કરવા માટે તેનો મોબાઈલ છીનવી લીધો હતો. આ દરમિયાન જાણવા મળ્યું કે તેના ફોનમાં ન્યૂડ તસવીરો છે, જેને કારણે મામલો વધુ ગરમ થઇ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.