બ્રેકિંગ ન્યુઝ
VTV / Horticultural crop damage in 53 thousand hectares in storm What is the demand of farmers? What is the status of primary survey?
Vishal Khamar
Last Updated: 10:52 PM, 19 June 2023
બિપરજોય વાવાઝોડાની અસરથી થયેલા વરસાદ અને તેને લીધે થયેલા પાક નુકસાનની. બિપરજોય વાવાઝોડાની અસર બાદ જે વરસાદ થયો તેમાં કૃષિ પાકની સાથે-સાથે બાગાયતી પાકનો પણ જાણે કે સોથ વળી ગયો. સરકારી અંદાજને સાચો માનીએ તો 82 હજાર હેક્ટર વિસ્તારમાંથી 53 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકને અસર થઈ છે. સરકારે હંમેશની જેમ સરવે માટે ટીમ બનાવવાની અને રિપોર્ટમાં યોગ્ય જણાય તો સહાય આપવાની જાહેરાત તો કરી દીધી પણ સવાલ એ છે કે બાગાયતી પાક લેતા ખેડૂતો ખરેખર શું ઈચ્છે છે.. 53 હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં નુકસાની છે અને 14 હજારથી વધુ ફળ પાકના ઝાડ પડી ગયા છે તો આટલી નુકસાનીની ભરપાઈ થઈ શકશે ખરી. શું સરકારના રિપોર્ટમાં આ નુકસાની SDRFના નિયમોમાં યોગ્ય જણાશે ખરી.
ADVERTISEMENT
વાવાઝોડાથી બાગાયતી પાક ધોવાયો
ADVERTISEMENT
કયા જિલ્લામાં થઈ અસર |
કચ્છ |
મોરબી |
દેવભૂમિ દ્વારકા |
જામનગર |
પોરબંદર |
બનાસકાંઠા |
ગીર-સોમનાથ |
જૂનાગઢ |
રાજ્ય સરકારે શું કહ્યું?
પ્રભાવિત જીલ્લાનાં 82 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાક થાય છે. 53 હજાર હેક્ટર બાગાયતી પાકનાં વિસ્તારમાં નુકશાન થયું છે. 14 હજાર 887 જેટલા ફળ પાકનાં ઝાડ ઢળી પડ્યાનો અંદાજ છે. નુકશાનીનાં સર્વે માટે ટીમ બનાવાઈ છે. નુકશાનીનો સર્વે કરીને ટીમ પોતાનો રિપોર્ટ આપશે. રિપોર્ટ બાદ SDRF ના નિયમ મુજબ સહાલ મળવાપાત્ર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.