બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:03 PM, 25 February 2024
બિહારના ભભુઆમાં રવિવાર ગોઝારો સાબિત થયો છે. અહીં સ્કોર્પિયો અને બાઈક સાથે ટ્રક ટકરાતાં 9 લોકોના મોત થયાં હતા. પહેલા સ્કોર્પિયો અને બાઈકની ટક્કર થઈ હતી ત્યાર બાદ બન્ને વાહનો સામેની લેનમાં ઘુસી ગયાં હતા અને સામે સ્પીડમાં આવી રહેલી ટ્રક સાથે ટકરાયાં હતા જેમાં 9 લોકો માર્યાં ગયા હતા. ઘટના બાદ હાઈવ પર કોહરામ મચ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : લાશોથી ભરાયું તળાવ ! ગંગા સ્નાન માટે જઈ રહેલું ટ્રેક્ટર તળાવમાં ખાબકતાં 24 લોકોના મોત
ગઈ કાલે કાસગંજમાં ટ્રેક્ટર એક્સિડન્ટમાં 24 લોકોના મોત થયાં હતા
યુપીના કાસગંજમાં એક મોટો એક્સિડન્ટ થયો છે. ગંગા સ્નાન માટે જઈ રહેલું ટ્રેક્ટર તળાવમાં ઊંધું પડતાં 24 લોકોના મોત થયાં હતા. ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતાં ટ્રેક્ટર તળાવમાં પલટી ખાઈ ગયું હતું. ત્રણ કલાકની શોધખોળ બાદ તંત્ર દ્વારા બધાની લાશો બહાર કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
54 લોકો ગંગા સ્નાન માટે નીકળ્યાં હતા
શનિવારે સવારે નાગલા કાસા 54 લોકો ટ્રેક્ટરમાં બેસીને ગંગા સ્નાન માટે જઈ રહ્યાં હતા. ટ્રેક્ટર રાત્રે લગભગ 9.30 વાગ્યે ગામથી નીકળી ગયું હતું. રાત્રે 10.30 વાગ્યાના અરસામાં દરિયાગંજ બહાર પહોંચ્યું હતું અને પુલ પર બેકાબૂ બની ગયું હતું. ટ્રેક્ટર સીધું તળાવમાં પડી ગયું. ટ્રોલીમાં સવાર લોકોની ચીસો સાંભળીને લોકો આસપાસના વિસ્તારમાં પહોંચી ગયા હતા. ગામના લોકો મદદમાં લાગી ગયા. ટ્રોલીમાં સવાર લોકોની સંખ્યા વધારે હતી, તળાવની ઊંડાઈને કારણે ગામના લોકો ખાસ મદદ કરી શકતા ન હતા. માત્ર થોડા લોકો જ તેમને પાણીમાંથી બહાર કાઢી શક્યા હતા. અકસ્માતની માહિતી મળતા પોલીસ અને વહીવટી અધિકારીઓ એકઠા થયા હતા. ઘટના સ્થળે પહોંચેલા કાસગંજના ડીએમ, એસપીએ ઘટના સ્થળે પહોંચ્યા બાદ 20 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.