બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કડીમાં આઇસર-રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, રીક્ષાનો કડુસલો વળી ગયો
Last Updated: 06:09 PM, 13 May 2025
કડી તાલુકાના નંદાસણ રોડ પર ઉંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે એક ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. રીક્ષા અને આઇસર વચ્ચે થયેલા આ ગંભીર અકસ્માતમાં રીક્ષામાં રહેલા ચારેય લોકોનાં મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT
ચાર લોકોનાં ઘટનાસ્થળે જ નિપજ્યાં મોત
પ્રાથમિક માહિતી અનુસાર મુળ પાટણના અને હાલમાં નંદાસણ ખાતે રહેલા ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. રીક્ષા નંબર GJ 18 BY 1537 અને આઇસર નંબર GJ 02 ZZ 440 વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. મૃતકોમાં ત્રણ પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
બે ગંભીર રીતે ઘાયલ થયા
આ ગંભીર અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. સમગ્ર મામલે તપાસ આદરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT