Horrific accident between car-motorcycle near Nigat village of Dedyapada
કરુણાંતિકા /
ડેડીયાપાડાના નિગટ ગામ પાસે કાર-મોટરસાઇકલ વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા
Team VTV10:02 AM, 02 Dec 22
| Updated: 10:06 AM, 02 Dec 22
ડેડીયાપાડાના નિગટ ગામ પાસે કાર-મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે.
ડેડીયાપાડામાં ગમખ્વાર અકસ્માત
કાર-મોટરસાઇકલ વચ્ચે અકસ્માત
એક જ પરિવારના 3 વ્યક્તિના મોત
કાર ચાલક નશામાં હોવાની ચર્ચા
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ક્યારેક તો કોઈક દિવસ જ ગુજરાત માટે ગોજારો સાબિત થતો હોય છે. ત્યારે આજે વહેલી સવારે ડેડીયાપાડાના નિગટ ગામ પાસે મોટરસાઈકલ અને ફોરવ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.
ડેડીયાપાડામાં નિગટ ગામ પાસે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિગટ ગામ પાસે મોટરસાઈકલ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નિગટ ગામ નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતની જાણ થતાં રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે જ દોડી આવી હતી. જોકે, કારચાલક અકસ્માત સર્જીને બનાવ સ્થળેથી નાસી છૂટ્યા હતા.
કાર ચાલક નશામાં હોવાની ચર્ચા
પોલીસ દ્વારા કારની તપાસ કરવામાં આવતા કારમાંથી બીયરની ખાલી બોટલો પણ મળી આવી છે. અકસ્માત સમયે કારચાલક નશા હોવાનું સ્થાનિક દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ડેડીયાપાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. સાથે જ ગુનો નોંધી કારના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે. તો એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.