Hopes for Congress power in BJP-ruled Bhavnagar Municipal Corporation for 25 years
પરિવર્તન /
25 વર્ષથી જે મનપામાં ભાજપ શાસન કરી રહી છે તે કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતા
Team VTV04:47 PM, 22 Feb 21
| Updated: 07:49 PM, 22 Feb 21
ભાવનગર મનપામાં આમ તો, 25 વર્ષથી ભાજપનું શાસન છે. અને તે શાસન ટકાવી રાખવા અથાગ મહેનત કરી રહ્યું છે. જયારે કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા મેળવવા માટે તલપાપડ થઈ રહ્યું છે.
મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના જીતના દાવા
મતદાન ધારણા કરતા ઓછું
ભાવનગરમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો ચિંતા વધી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાની જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે. જો કે હવે આમ તો ગણતરીને માત્ર થોડી કલાકો જ બાકી છે ત્યારે મતદારોને કયો પક્ષ પસંદ પડ્યો છે તે આવતીકાલે જ ખબર પડશે. ભાવનગર મનપામાં આમ તો, 25 વર્ષથી ભાજપનું શાસન છે. અને તે શાસન ટકાવી રાખવા અથાગ મહેનત કરી રહ્યું છે. જયારે કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા મેળવવા માટે તલપાપડ થઈ રહ્યું છે.
ભાવનગરમાં ગઈકાલે 49 ટકા જેટલું મતદાન થયું છે. આમ તો બંને પક્ષોની આશા 55 ટકાથી વધશે તેવી હતી પણ મતદાન ધારણા કરતા ઓછું થવાથી બંને પક્ષો ચિંતા કરવા લાગ્યા છે.બંને પક્ષના જીતના દાવા સામે મોટાભાગની પેનલો તૂટી રહી છે તેવા અહેવાલથી પણ બંને પક્ષો ચિંતિત બનાય છે.