બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / honeybee venom kill aggressive breast cancer cells

રિસર્ચ / ખુશખબર : મધુમાખીનું ઝેર ખતમ કરી શકે છે આ ખતરનાક બિમારીને, પહેલી વાર થયું આવુ રિસર્ચ

Dharmishtha

Last Updated: 01:17 PM, 2 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધુમાખીમાં જોવા મળતા ઝેરથી એગ્રેસિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર થઈ શકે છે. એક રિસર્ચમાં જોવા મળ્યુ છે કે મધુમાખીનું ઝેર એગ્રેસિવ બ્રેસ્ટ કેન્સર સેલ્સને ઓછા સમયમાં નષ્ટ કરી શકે છે અને શરીરના અન્ય સ્વસ્થ સેલ્સને બહું ઓછું નુકશાન પહોંચાડે છે.

  • મધુમાખીના ઝેરથી એગ્રેસિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર થઈ શકે 
  • શરીરના અન્ય સ્વસ્થ સેલ્સને બહું ઓછું નુકશાન પહોંચાડે છે
  •  રિસર્ચરે કેન્સર સેલ્સ પર 312 મધુમાખીઓના ઝેરનો અભ્યાસ કર્યો

હેરી પરિકન્સ ઈન્ટીટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ ધ યૂનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના રિસર્ચરે એ સ્ટડી કરી છે. રિસર્ચરે કેન્સર સેલ્સ પર 312 મધુમાખીઓના ઝેરનો અભ્યાસ કર્યો છે. કેન્સરની સારવારમાં આ રિસર્ચને ઘણું મહત્વનું સમજવામાં આવી રહ્યું છે ડૉ. સિઆરા ડફીએ સ્ટડી માટે ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ અને ઈંગ્લેન્ડમાં જોવા મળતી મધુમાખીનો ઉપયોગ ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર સેલ્સ પર કર્યો છે.

ડેલી મેલની રિપોર્ટ મુજબ ડૉ. ડફીનું કહેવું છે કે આ ઝેરના એક ખાસ કન્સેન્ટ્રેશનથી કેન્સર સેલ સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય છે. ઝેરમાં જોવા મળતા મેલિટન પણ કેન્સર સેલ્સના વિકાસને રોકવા માટે અસરકારક છે. ડૉ. ડફીનું કહેવું છે કે આ પહેલા કોઈએ પણ કેન્સર સેલ્સ મધુમાખીના ઝેરનું પરિક્ષણ નથી કર્યુ.

ડૉ. ડફીએ કહ્યુંકે ઝેરમાં જોવા મળતા મિલિટનને સિન્થેટિક રીતે પણ તૈયાર કરી શકાય છે. તેમણે કહ્યું કે સિન્થેટિક મિલિટનમાં પણ એન્ટી કેન્સર ગુણ હાજર  હતા. રિસર્ચરે કહ્યું કે મધુમાખીનું ઝેર બહુ ઝડપથી કેન્સરના સેલ્સને નષ્ટ કરી શકે છે.

ધ યુનિવર્સીટિ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ચીફ સાયન્ટિસ્ટ પ્રોફેસર પીટર ક્લિનકેને કહ્યું કે રિસર્ચ ઘણુ વઘારે ઉત્સાહવર્ઘક છે. ત્યાં ડૉ. ડફીએ એ પણ તપાસ કરી છે કે શું હાજર કિમોથેરાપીની સાથે મિલિટિનનો ઉપયોગ કરી શકાય છે. તેમએ આનો પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Breast Cancer honeybee venom કેન્સર મધુમાખી cancer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ