બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / honda two wheelers global engine manufacturing gujarat plant ahmedabad

મેડ ઇન ગુજરાત / હોન્ડા ટૂ-વ્હીલર્સ ઇન્ડિયાએ ગુજરાત પ્લાન્ટમાં શરૂ કર્યું ગ્લોબલ એન્જીનનું ઉત્પાદન, આંતરરાષ્ટ્રીય માંગને કરશે પૂરી

Hiren

Last Updated: 04:54 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ગુજરાતમાં બનેલા એન્જિન દુનિયાભરના ટુ-વ્હીલરમાં ધબકશે. હોન્ડાએ અમદાવાદના વિઠલાપુરમાં પોતાની ફેક્ટ્રીમાં ઉત્પાદન શરૂ કરી દીધું છે.

  • હોન્ડાએ ગુજરાત પ્લાન્ટમાં શરૂ કર્યું ગ્લોબલ એન્જીનનું ઉત્પાદન
  • આંતરરાષ્ટ્રીય માંગને કરશે પૂરી
  • ગુજરાત પ્લાન્ટમાં 135 કરોડ રૂપિયાનું રોકાણ

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ ગુજરાતના અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે આવેલી પોતાની ચોથી ફેક્ટ્રીથી ગ્લોબલ એન્જિનનું મેનુફેક્ચરિંગ શરૂ કર્યું છે. 250 CC કેટેગરીવાળા ટુ-વ્હીલર વાહનો માટે બનતા એન્જિન દુનિયાભરના દેશો જેમ કે થાઇલેન્ડ, અમેરિકા, કેનેડા, યૂરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોની માંગ પૂરી કરશે.

પહેલા વર્ષમાં કુલ 50,000 યૂનિટ્સના ઉત્પાદનની યોજના બનાવવામાં આવી છે અને આગળ બજારની માંગના અનુસાર આ ક્ષમતાને વધારવામાં આવશે. ઘરેલુ અને વિદેશી બજારો માટે મિડ-સાઇઝ ફન એન્જિન મેનુફેક્ટર કરવા માટે કંપની પોતાના ગુજરાત પ્લાન્ટમાં 135 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

હોન્ડાના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેજીડેન્ટ અને CEOએ કહ્યું...

લાઈન-ઑફ સમારોહ દરમિયાન વાત કરતા હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેજીડેન્ટ અને સીઈઓ, અત્યુશી ઓગાતાએ કહ્યું કે, દુનિયાભરમાં મોબિલિટીની માંગ વધી રહી છે, તેવામાં હોન્ડા સમગ્ર દુનિયામાં ઉત્પાદનના વિસ્તાર માટે પ્રયાસ કરી રહી છે. ભારતમાં BS-6 નિયમોની શરૂઆત સાથે, આપણે આ દ્રષ્ટિકોણના એક પગલુ વધુ આગળ આવી ગયા છીએ. આ નવા વિસ્તાર સાથે કંપની વિશ્વસ્તરીય બજારોની સમકક્ષ ઉત્પાદનોનું નિર્માણ કરશે, જેનાથી ન માત્ર હોન્ડાની ઉત્પાદન ક્ષમતા વધશે પરંતુ આપણા મેક ઇન ઇન્ડિયા દ્રષ્ટિકોણને સશક્ત બનાવવામાં પણ મદદ મળશે.

મશીનિંગ પ્રક્રિયા

લેપિંગ પ્રક્રિયાથી સુપર ફિનિશિંગ, સચોટતા માટે ડિજિટલ ગુણવત્તા સંચાલન પદ્ધતિ, પાર્ટ્સ અને પ્રોસેસની 100 ટકા ટ્રેસેબિલિટી માટે ઈ-ડેલી વર્ક મેનેજમેન્ટ સિસ્ટમ (ઈ-ડીડબલ્યૂએમ)

એન્જિન એસેમ્બલી પ્રક્રિયા

એન્જિન માટે પ્રેસીજન-બેઝ્ડ લેઝર માર્કિંગ, 100 ટકા ટોર્ક રેકૉર્ડિંગ અને એન્જિન ટેસ્ટિંગ માટે એડવાન્સ્ડ ફાયરિંગ બેંચ, સ્થળના અનુકૂળ ઉપયોગ અને 100 ટકા પાર્ટ ટ્રેસેબિલિટી માટે વર્ટિકલ કેરૉસેલ્સ આધારિત એડવાન્સ્ડ પાર્ટ સ્ટોરેજ સિસ્ટમ.

સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી

ગુણવત્તાના તમામ મહત્વપૂર્ણ ધોરણોના 100 ટકા ડેટાબેઝ રેકૉર્ડ સિસ્ટમ, મલ્ટી-લેવલ ઇન્સપેક્શન, સ્માર્ટ કનેક્ટેડ મશીનો, વધુ સારી કાર્યક્ષમતા માટે કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat honda અમદાવાદ ગુજરાત હોન્ડા Honda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ