જાપાની કાર નિર્માતા કંપની Hondaએ ભારતમાં પોતાની હેચબેક કાર Honda Brioનું ઉત્પાદન બંધ કર્યુ છે. આ કાર ભારતમાં કંપનીની સૌથી સસ્તી કાર હતી. Hondaએ આશરે 7 વર્ષ પહેલા આ મોડલને ભારતીય બજારમાં ઉતાર્યુ હતુ. હોન્ડા કાર્સ ઇન્ડિયાની આ યોજના હવે કંપનીની કોમ્પેક્ટ સિડાન Amazeનું વેચાણ વધારવાની છે. Honda Amaze હવે ભારતીય બજારમાં Hondaની સૌથી ઓછી કિંમતની કાર હશે.
હોન્ડા કાર્સ ઇન્ડિયાના અધિકારએ કહ્યુ કે ''અમારી શરૂઆતની કિંમતવાળી કાર હવે Amaze છે. અમે Brioનું ઉત્પાદન બંધ કર્યુ છે. હાલ ભારતમાં Brioનું નેકસ્ટ મોડલ લાવવાની કોઇ યોજના નથી.'' ગ્રાહકો હવે મોટા મોડલ્સમાં વધુ રસ લઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ આ જ ચલણ જોવા મળે છે.
તેમણે જણાવ્યુ કે ''ગયા વર્ષે ભારતમાં સિડાનું વેચાણ સૌથી વધારે થયુ. આ દરેક દેશના ઓટોમોબાઇલ સેક્ટરમાં ચાલતુ ચક્ર છે. જોકે ભારતમાં ઇનોવેટિવ મોડલને અપનાવવાની ગતિ ધીમી છે. સૈદ્ધાંતિક રૂપે ભારતમાં આ 6-7 વર્ષ પહેલા થવું જોઈતું હતું. જેઝ અને ડબ્લ્યૂઆર-વી બે મોડલ છે જે નાની કારની જરૂરિયાતને પૂરી કરશે.''
Hondaએ સપ્ટેમ્બર 2011માં Brioને ભારતીય બજારમાં ઉતારી હતી. કંપનીની અત્યાર સુધી 97 000 બ્રિયો કાર વેચાઈ છે. આ પહેલા ઓછી માંગના કારણે કંપનીએ 2017માં MPV મોબિલિયોનું વેચાણ બંધ કર્યું હતું.