Hondaએ હાલમાં પોતાની લોકપ્રિય કાર HOnda Cityનું સ્પેશિયલ એડિશન BR-V સ્ટાઈલ એડિશન અને WR-V અલાઈવ એડિશન મોડલ્સ લોન્ચ કર્યા. Honda Cityના લિમિટેડ એડિશનનું નામ સિટી એજ રાખવામાં આવ્યું છે. આ Honda City Sedanના SV ટ્રિમ પર બેઝ્ડ છે અને તેમાં હવે નવા ફીચર જોડવામાં આવ્યા છે. ચાલો નજર નાખીએ આ નવા ફીચર્સ પર….
Honda Cityના નવા સ્પેશિયલ એડિશન મોડલમાં એસવી ગ્રેડ બેજને ‘Edge’ એમ્બલેમ સાથે રિપ્લેસ કરાયું છે. આવું બંને મોડલ્સના અંતરને સ્પષ્ટ કરવા માટે કરવામાં આવ્યું છે.
નવી Honda City Sedanમાં હવે 15 ઈંચના ડાયમંડ કટ વાળા એલોય વ્હીલ જોડવામાં આવ્યા છે.
Honda City ના સ્પેશિયલ એડિશન મોડલમાં રિયર પાર્કિંગ સેન્સર ફીચર જોડવામાં આવ્યું છે. તેનાથી કાર પાર્ક કરતા સમયે ડ્રાઈવરને સરળતા રહેશે.
તેમાં Honda માં રિયર કેમેરા આપેલો છે જે IRVM ડિસ્પલેથી લેસ છે. તેની મદદથી કારની પાછળ કોણ છે શું છે વગેરે ઈન્ટરનલ રિયર વ્યૂ મિરરમાં સ્પષ્ટ જોઈ શકાય છે.