બ્રેકિંગ ન્યુઝ
VTV / Honda Cars Discount offers honda amaze city jazz
Arohi
Last Updated: 03:05 PM, 29 July 2021
ADVERTISEMENT
જો તમે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ તમારા માટે સૌથી સારી તક છે. ડોન્ડા કાર્સ ઈન્ડિયા જુલાઈમાં પોતાની આખી રેન્જ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઓટો કંપનીએ હાલમાં જ પોતાના એક પ્લાટ પર કામકાજને બંધ કરી દીધુ હતું. જેની સાથે કંપનીએ પોતાના બે સૌથી વધુ પ્રીમિયમ મોડલ- Civic અને CR-Vને પણ રોકી દીધા હતા. હવે ભારતમાં કંપનીના Jazz, WR-V, Amaze અને Cityના જુના અને નવા મોડલોના વેચાણ પર ઉપલબ્ધ છે. કંપની આ દરેક મોડલ્સ પર બેનેફિટ્સ આપી રહી છે. તેમાં સૌથી વધારે Amaze પર 57,000 રૂપિયા છે.
હોન્ડા સિટી (Honda City)
4th જનરેશન અને 5th જનરેશન હોન્ડા સિટી ઓફર્સની સાથે ઉપલબ્ધ છે. પ્રીમિયમ મિડ-સાઈઝ સિડાન પર 22 હજાર રૂપિયા સુધીની વધુમાં વધુ બચત કરી શકાય છે. ઓફર બન્ને મોડલ્સના દરેક પેટ્રોલ ગ્રેડ પર લાગુ છે. તેની સાથે જ 5th જેન ડીઝલ સિટીના દરેક વેરિએન્ટ્સ પર પણ ઓફર ઉપલબ્ધ છે. તેના માટેની લિસ્ટ નીચે આપેલી છે.
ADVERTISEMENT
Honda WR-V
જુલાઈમાં Honda WR-V પર કંપની 34,058 રૂપિયા સુધીનો બેનેફિટ્સ અને છૂટ આપી રહી છે. આ ઓફર પેટ્રોલ Honda WR-Vના બઘા વેરિએન્ટ સુધી મર્યાદિત છે અને આ ડીઝલ વેરિએન્ટ્સ પર ઉપલબ્ધ રહેશે નહીં.
Honda Jazz
હોન્ડા કાર્સે આ પ્રીમિયમ હેચબેકના તમામ પેટ્રોલ મોડેલો પર 34,095 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને બેનેફિટ્સ જાહેર કર્યા છે.
Honda Amaze
Honda Amaze પર કંપની 57,234 રૂપિયા સુધીના બેનેફિટ્સ આપી રહી છે. આ ઓફર પેટ્રોલ મોડલ સુધી જ મર્યાદીત છે. આ મોટુ ડિસ્કાઉન્ટ Amaze S Manual પેટ્રોલ મોડલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
Amaze VMT & VXMT Petrol
Amaze SMT Petrol
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.