ઓટો / હોન્ડાની આ કારે મચાવી ધૂમ અને લાખો યૂનિટ્સ વેચાયા, લુક્સ અને ફીચર્સ જાણી તમને પણ લેવાનું મન થઈ જશે

Honda Amaze Crosses 4 Lakh Unit Sales Mark In 7 Years

હોન્ડાએ તેની પોપ્યુલર કાર અમેઝના 4 લાખથી વધુ યૂનિટ્સ સેલ કરી દીધાં છે. હોન્ડા અમેઝને ભારતીય બજારમાં 7 વર્ષ થઈ ગયા છે. આ કંપનીની પહેલી સબ 4 મીટર (4 મીટરથી ઓછી લાંબી) કોમ્પેક્ટ સિડાન હતી. હવે આ મોડલના બે જનરેશન ભારતીય બજારમાં ઉતારવામાં આવ્યા છે. કંપનીએ વર્ષ 2018માં આ કારનો સેકન્ડ જનરેશન મોડલ ભારતીય બજારમાં લોન્ચ કર્યો હતો. કારના ફર્સ્ટ જનરેશન મોડલના લોન્ચના 5 વર્ષ બાદ કંપનીએ બીજો મોડલ લોન્ચ કર્યો હતો. કારના પહેલાં મોડલના 2.6 લાખ યૂનિટ્સ વેચાણ થયું, જ્યારે સેકન્ડ જનરેશન મોડલના 1.4 લાખ યૂનિટ્સનું વેચાણ થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ