Home Secretary writes to all states and UTs after extending COVID19 guidelines till March 31st
નિર્દેશ /
વધતાં કોરોના કેસ પર કેન્દ્ર સરકાર અલર્ટ : ગૃહમંત્રાલયે રાજ્યોને પત્ર લખીને આપ્યા આ નિર્દેશ
Team VTV08:34 AM, 27 Feb 21
| Updated: 08:50 AM, 27 Feb 21
ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પણ અલર્ટ થઈ ગઈ છે.
ભારતમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ
કેન્દ્ર સરકાર થઈ અલર્ટ
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખ્યો પત્ર
કેન્દ્ર થયું સતર્ક
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મહામારી ફરી માથું ઊંચકી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે અલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આ મામલે સતર્કતા વધારી દીધી છે.
Home Secretary Ajay Bhalla writes to all states and UTs after extending #COVID19 guidelines till March 31st. Bhalla in his letter says there is a need for maintaining caution and strict surveillance to fully overcome the pandemic. pic.twitter.com/QilSv3M22H
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના વાયરસની ગાઈડલાઇનને 31 માર્ચ સુધી લંબાવવા માટે નિર્દેશ આપ્યા છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોરોના વાયરસ સામે જંગને સંપૂર્ણપણે જીતવા માટે સાવધાની અને કડક નજર રાખવાની જરૂર છે.
ગાઈડલાઇનની મુદત લંબાવવામાં આવી
પત્રમાં ગૃહસચિવ તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા મહિનાઓમા કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ કોરોના વાયરસ સામે જંગમાં જીતવા માટે કડક નજર રાખવા તથા સતર્ક રહેવાની જરૂર છે. આ વાતને ધ્યાનમાં રાખીને 27 જાન્યુઆરી 2021ના રોજ જાહેર કરવામાં આવેલ આદેશને 31 માર્ચ સુધી લંબાવવામાં આવે છે. SOPના અંતર્ગત આવતી બધી જ ગતિવિધિઓને અનુમતિ આપી દેવામાં આવી છે. અને SOPમાં જે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે તેનું કડકપણે પાલન થવું જરૂરી છે. પરિવહન અને સામાન્ય લોકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પર કોઈ જ રોક નથી.