બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / home remedy to protect hair for men

ટીપ્સ / ભૂલથી પણ પુરુષોએ વાળ સાથે આ પ્રયોગ ક્યારેય ન કરવા, જાણો

vtvAdmin

Last Updated: 04:19 PM, 8 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ ન માત્ર મહિલાઓ પરંતુ પુરુષોને પણ થતી હોય છે. વાળ ખરવા, ડેન્ડ્રફ, અકારણ વાળ ધોળા થવા પુરુષોમાં સામાન્ય છે. ગરમીની ઋતુમાં ધૂળ, માટી, પસીનાથી વાળમાં ગંદકી થઇ જાય છે. અને ત્યાં જ સમસ્યાઓ શરૂ થઇ જાય છે. પુરુષો માટે બજારમાં ઉપલબ્ધ 'હેર પ્રોડક્ટ્સ' થી વધારે જરૂરી છે કે ગરમીની ઋતુમાં આપ ઘરેલૂ ઉપાયો પર ધ્યાન આપો અને કેટલીક બાબતો ભૂલથી પણ ન અપનાવી જોઇએ.

અહીં એવી કેટલીક મહત્વપૂર્ણ વાત રજૂ કરવામાં આવી છે જે વાળ પર બિલકુલ પ્રયોગ કરવી ન જોઇએ. 

વાળને બિનજરૂરી ન ધોવા
વાળને બિનજરૂરી અથવા વધારે પડતા ધોવાથી નુકશાન થાય છે. તેના કારણે આપના સ્કેલ્પનું પ્રાકૃત્તિક તેલ ઓછું થતું જાય છે. જેથી વાળ બરછટ અને ખરાબ થઇ જાય છે.ય સ્કેલ્પમાં હાજર તેલ વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. દર ત્રણ દિવસ બાદ વાળ ધોવા જોઇએ. 

હોટ શાવર ન લો
માનવામાં આવે છે કે હોટ શાવર લેવાથી તણાવ ઓછો થાય છે અને મૂડ સારો થઇ જાય છે. પરંતુ વાળ માટે હંમેશા ઠંડુ પાણી લાભદાયક હોય છે.

સંતુલિત આહાર
બજારના 'હેર પ્રોડક્ટ' માત્ર કેટલાક હદ સુધી જ આપની મદદ કરી શકે છે. સારા અને મજબૂત વાળ માટે આપે સંતુલિત આહાર અપનાવવાની જરૂર છે, ડ્રાઇફ્રૂટ, ફળ, લીલી શાકભાજી, અને દાળ ભોજનમાં સામેલ કરવા. 

ભીના વાળમાં સ્ટાઇલિંગ ન કરવું
કામ માટે મોડુ થઇ રહ્યું હોય, કોઇ પાર્ટીમાં જલ્દી પહોંચવું હોય અને ન્હાવાના તુંરત બાદ ભીના વાળમાં સ્ટાઇલિંગ કરવાની ભૂલ ક્યારેય પણ કરવી જોઇએ નહી. ભીના વાળ ખુબજ નાજુક અને કમજોર હોય છે તેથી આપના હેર ફોલિકલ્સને નુકશાન પહોંચે છે. 

હેર પ્રોડક્ટ્સનો બિનજરૂરી ઉપયોગ
બજારમાં મળતા હેર પ્રોડક્ટ આપની કેટલાક હદ સુધી મદદ કરી શકે છે. તેમનો બિનજરૂરી ઉપયોગ વાળને બર્બાદ કરી શકે છે. માત્ર એક સ્ટાઇલિંગ પ્રોડક્ટ અને ફિનિશિંગ પ્રોડક્ટ પુરતી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Care Health News lifestyle lifestyle news Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ