બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / home remedy for kids in cold cough

હવે ચિંતા ટળી / બાળકોની શરદી અને ખાંસી ભગાડવાનો મળ્યો મોટો ઉપાય, મોટાને પણ કામ લાગશે

Hiralal

Last Updated: 09:14 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિઝન બદલતાં મોટા સહિત બાળકોને શરદી અને ખાંસી પરેશાન કરતી હોય છે ત્યારે અહીં એક ઉપાયથી તમે તેમાંથી રાહત મેળવી શકો છો.

  • શરદી, ખાંસી અને સળેખમ મટાડવાનો એક સારો ઉપાય
  • બાળકોને કાળા મરી અને મધવાળું દૂધ પીવડાવો 
  • કાળા મરી અને ઘીવાળું દૂધ પણ આપી શકાય 

શિયાળામાં બાળકોની ઈમ્યુનિટી નબળી પડી જાય છે, જેના કારણે તેમને તાવ, શરદી ખાંસી ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે કાળા મરીનો પાવડર અને મધ મિક્સ કરીને તમારા બાળકોને આપવો જોઈએ જેનાથી તેમને ઘણી રાહત મળે છે. 

દૂધમાં કાળા મરી અને ઘી નાખીને આપો 
આ સિવાય કાળા મરી અને ઘીને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવા માટે આપવા જોઈએ. તેનાથી શરદી ખાંસી સારી રીતે મટે છે. તેનાથી ગળામાં જામેલો કફ સરળતાથી બહાર આવી જશે. 

ઓમલેટમાં કાળા મરી નાખીને ખાઈ શકાય 
સાથે જ નાસ્તામાં ઓમલેટ બનાવો, કાળા મરી છાંટો જેમાં તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે તેમજ ખાંસી અને નાકમાંથી લોહી નીકળવાનું પણ બંધ થઈ જશે.

આ રેસપી બાળકો માટે જ નહીં મોટાને પણ કામ લાગશે 
ઉપર જણાવેલા નુસખા ફક્ત બાળકો માટે જ નહી પરંતુ મોટા લોકોને પણ તેટલા જ કામ લાગશે. પરંતુ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરો જેથી તેની કોઈ આડઅસર ન થાય.

કાળા મરીમાં કયા કયા પોષક તત્વો 
કાળા મરી વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે, વિટામિન સી અને વિટામિન બી6, થાઇમિન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ