બ્રેકિંગ ન્યુઝ
VTV / home remedy for hair growth
Anita Patani
Last Updated: 06:00 PM, 29 August 2020
ADVERTISEMENT
એવોકાડો
ADVERTISEMENT
તે તંદુરસ્ત પોષક તત્વોથી ભરેલું છે, જે આપણી ત્વચા, શરીર અને વાળ માટે જરૂરી માનવામાં આવે છે. તે વાળના છિદ્રોને કાયાકલ્પ કરે છે અને વાળની વૃદ્ધિમાં વધારો કરે છે. આ સિવાય તેમાં ઘણા બધા વિટામિન પણ હોય છે, જે ડેંડ્રફની અસરકારક રીતે સારવાર માટે ફાયદાકારક છે.
જૈતુનનું તેલ
ઓલિવ તેલ તમારા વાળની મોટાભાગની સમસ્યાઓનું સમાધાન છે. શુષ્ક વાળ અને માથાની ચામડીનું પોષણ કરવા તે મૂળની ઉંડાઇએ જાય છે. આ સિવાય તે શુષ્ક અને ડેમેજ વાળમાં ચમકવા માટે પણ વાપરવામાં આવે છે.
મધ
મધમાં ઘણાં પ્રોટીન અને વિટામિન હોય છે, જે વાળને યોગ્ય રીતે કન્ડિશનર કરે છે. આ શુષ્ક, ફીઝી અને નિર્જીવ વાળમાં સરસ બનાવે છે. તે ડેન્ડ્રફને દૂર કરીને સ્કેલ્પઉપરની ચામડી પણ સાફ કરે છે, જેનાથી વાળની વૃદ્ધિ થાય છે.
ઇંડા
ઇંડા પ્રોટીન, ફેટી એસિડ્સ અને વિટામિન્સનો સારો સ્રોત માનવામાં આવે છે. આ બધા પોષક તત્ત્વો તમારા વાળ માટે જરૂરી છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ પણ શામેલ છે જે વાળને સુંદર બનાવે છે.
હેર પેક બનાવવાની સામગ્રી અને રીત
1 એવોકાડો, 1 ઇંડુ, 2 ચમચી મધ, ઓલિવ તેલ 2 ચમચી.
બનાવવાની રીત
આ પેસ્ટ બનાવવા માટે દરેક સામગ્રીઓને એક સાથે બ્લેન્ડ કરો. જેને તમે વાળની લંબાઇના હિસાબથી લગાવો, શાવર કેપ પહેરી હેર માસ્કને કવર કરો. તે બાદ સવારે સામાન્ય પાણીથી વાળને ધોઇ લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.