આપણે ગમે ત્યારે પાણીનો વપરાશ કરી શકીએ તે માટે ટાંકી ઘરમાં રાખીએ છીએ. પરંતુ આ પાણીની ટાંકીની સાફ સફાઈ ખૂબ જરૂરી છે. તેમાં દરરોજ પાણી સ્ટોર રહેવાનાં કારણે તેમાં ગંદકી જમાં થઈ જાય છે. લીલ પણ જામી જાય છે. આ ગંદકી તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબીત થઈ શકે છે. આથી તેની નિયમિત રીતે સફાઈ જરૂરી છે. આજે તમને જણાવીશું કે આ પાણીની ટાંકીને કેવી રીતે આસાનીથી સાફ કરી શકાય.
- ફટકડી
ફટકડીમાં પાણીને સાફ કરવાના ગુણ હોય છે. જેથી ફટકડીનો ઉપયોગ તમે પાણીની ટાંકી સાફ કરવા માટે કરી શકો છો. આ માટે પહેલા ટાંકીમાથી અડધુ પાણી ખાલી કરી દેવું. હવે એક ડોલ પાણીમાં ખાસી બધી ફટકડી નાખીને તેને થોડા સમય માટે રાખો. પછી તે ડોલનું પાણી ટાંકીમાં નાખો. તેમ કરવાથી ટાંકીના પાણીની ગંદકી નીચે જમાં થઈ જશે. થોડા સમય માટે તેને રાખી પછી ટાંકી ખાલી કરી દો. ત્યાર બાદ સાફ કપડાની મદદથી ટાંકીનું તળિયું સાફ કરી દો.
- હાઇડ્રોજન પેરાક્સાઈડ
પાણીની ટાંકીની સફાઈ માટે હાઇડ્રોજન પેરાક્સાઈડ પણ કામમાં આવે છે. પરંતુ તેના ઉપયોગ વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. મોટી પાણીની ટાંકીને સાફ કરવા માટે 500ml હાઇડ્રોજન પેરાક્સાઈડની જરૂર પડે છે. 500mlને ટાંકીમાં મિક્સ કરી દો. 15-20 મિનિટ સુધી તેને રાખો. પછી દરેક નળ ખોલીને પાણી જવા દો. નળના રસ્તે હાઇડ્રોજન પેરાક્સાઈડવાળું પાણી નીકળવાથી ટાંકીની સાથે નળ અને પાઇપ પણ અંદરથી સાફ થઈ જશે. ત્યાર બાદ કપડાથી ટાંકી સાફ કરી દો.
- વોટર ટેન્ક ક્લીનર
પાણીની ટાંકી સાફ કરવા માટે માર્કેટમાં લિક્લિડ અને પાઉડરના રૂપમાં વોટર ટેન્ક ક્લીનર બ્લીચ મળે છે. તેનાથી પાણીની ટાંકી સાફ કરી શકાય છે. આ માટે તમે 400 ગ્રામ પાઉડર બ્લીચ કે 300 ગ્રામ લિક્વિડ બ્લીચ લો. તેને 10 લીટર પાણીમાં મિક્સ કરી દો. ત્રણ મિનિટ પછી તેને પાણીની ટાંકીમાં નાખો. 15 મિનિટ પછી ટાંકી ખાલી કરી દો. તેમ કરવાથી ટાંકી સાફ થઈ જશે.