બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / home remedies for tighten skin

ફાયદો / ઢીલી ચામડીથી પરેશાન છો તો ઑપરેશન કરાવવાની જરૂર નથી આ રહ્યાં ઉપાય

Kinjari

Last Updated: 04:56 PM, 3 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક લોકો આજકાલ સુંદર અને યુવાન દેખાવા માંગે છે પરંતુ ઉંમર તેનું કામ કરતી રહે છે. આજના ખોરાક પણ એવા થઇ ગયા છે કે તમારી ઉંમર નાની હોય તેમ છતાં મોટી દેખાવા લાગે છે. ત્યારે યુવાન દેખાવા માટે લોકો ઓપરેશન અને દવાનો સહારો લેતા પણ જોવા મળે છે પરંતુ દવા કે કંઇ લેવાની જરૂર નથી. આ ઘરગથ્થુ ઉપાય દ્વારા તમે લચી પડેલી ત્વચાને યુવાન રાખી શકો છો.

  • લચી પડેલી ચામડી પર લાવો કસાવ
  • ઉંમર કરતા દેખાશો જવાન

સરસવનું તેલ

સરસવનું તેલ ત્વચાને કડક બનાવવા માટે મદદ કરે શકે છે કારણ કે તેમાં વિટામિન-ઇ વધારે માત્રામાં હોય છે. જેથી ત્વચાને ટાઈટ કરવા માટે સરસવનું તેલ ગરમ કરો, ત્યારબાદ આખા શરીર પર તેલ લગાવો અને નહાતા પહેલા સારી રીતે મસાજ કરો.

પ્રિમરોઝ ઓઈલ

હવે જ્યારે ઢીલી ત્વચાને દૂર કરવા માટે ઘરેલું ઉપાયની વાત થઈ રહી છે, ત્યારે પ્રિમરોઝ તેલનો ઉલ્લેખ કરવો પણ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, લિનોલીક એસિડ પ્રાઈમરોઝ તેલમાં જોવા મળે છે જે ઢીલી થઈ ગયેલી ત્વચામાં સુધારો કરી તેને ચુસ્ત બનાવી શકે છે. તેથી, રાત્રે ઉંઘતા પહેલા પાંચથી સાત મિનિટ માટે પ્રીમરોઝ તેલથી ત્વચાની માલિશ કરો.

નારિયેળનું તેલ

નાળિયેર તેલનો ઉપયોગ ત્વચાને ઘણી રીતે ફાયદો પહોંચાડી શકે છે કારણ કે તેમાં હાજર વિટામિન-ઇ ત્વચાના કોષોને જીવંત બનાવે છે, જે ઢીલી ત્વચાને ઝડપથી કસાવ લાવવામાં મદદ કરે છે.

એવોકાડો ઓઈલ

એવોકાડો તેલ ત્વચામાં કસાવ લાવવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને ત્વચામાં ભેજ જાળવી રાખે છે. વાસ્તવમાં તે વિટામિન-ઇ, પોટેશિયમ અને આરોગ્યપ્રદ ચરબીથી સમૃદ્ધ છે. આ પોષક તત્વો સરળતાથી ત્વચામાં સમાઈ જાય છે અને ત્વચાના કોષોની કામગીરીમાં સુધારો કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anti Aging Beauty tips Vitamin e beauty opration beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ