home remedies for strawberry legs aloe vera gel skin exfoliate scrub jojoba oil know more
Tips /
વેક્સિંગ બાદ પગ પર પડી ગયા છે બ્લેક સ્પોટ? આ 3 ઘરગથ્થુ ઉપાય આવશે ખૂબ કામ, પાર્લરનો ખર્ચો પણ બચી જશે
Team VTV04:21 PM, 10 May 22
| Updated: 04:26 PM, 10 May 22
ઘણી વખત મહિલાઓ શેવિંગ કે વેક્સિંગ યોગ્ય રીતે નથી કરી શકતા જેના કારમે સ્ટ્રોબેરી લેગ્સની સમસ્યા ઉભી થાય છે પરંતુ ઘરગથ્થુ ઉપાય કરીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.
વેક્સિંગ બાદ પગ પર પડી જાય છે બ્લેક સ્પોટ?
આ સમસ્યાથી મળશે છુટકારો
અપનાવો આ ઘરગથ્થુ ઉપાય
સ્મૂધ સ્કિન મેળવવાની ઈચ્છાના કારણે ઘણી સ્ત્રીઓ પગના વાળ શેવ કરે છે. પરંતુ થોડા દિવસો પછી ત્યાં ડાર્ક સ્પોટ દેખાવા લાગે છે. આ કાળા ડાઘ સ્ટ્રોબેરી જેવા દેખાયતા હોય છે તેથી જ તેને સ્ટ્રોબેરી લેગ્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા વ્યવસ્થિત રીતે શેવિંગ ન કરવા અને કડક વાળને કારણે થાય છે. ચાલો જાણીએ એવા ઉપાયો જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
પગ પર બ્લેક સ્પોર્ટ્સ કેમ પડે?
શેવિંગની મિસ્ટેકના કારણે હેર ફોલિકલ્સની સાઈઝ મોટી થઈ જાય છે. તેમાં તેલ, ડેડ સ્કીન, ગંદકી અને કીટાણુઓ જમા થઈ જાય છે. જેના કારણે ત્વચાનું ટેક્સચર બદલાવા લાગે છે અને તે સ્ટ્રોબેરી જેવી દેખાવા લાગે છે પરંતુ હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમે ઘરે બેસીને તેનો ઈલાજ કરી શકો છો.
જોજોબા ઓઈલ
જોજોબા ઓઈલ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે, જે ત્વચાના ભરાયેલા છિદ્રોને ખોલે છે અને ત્વચાની શુષ્કતા પણ દૂર કરે છે. આ તેલથી તમારા પગની માલિશ કરો, થોડા દિવસોમાં તમને ઇચ્છિત પરિણામ મળશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલનો ઉપયોગ ઘણા સૌંદર્ય ઉત્પાદનોમાં થાય છે કારણ કે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જેલની મદદથી પગની ત્વચામાં મોઈશ્ચર પાછું આવશે અને ડેડ સ્કીન પણ દૂર થઈ જશે.
સ્કીન એક્સ્ફોલિએટ
ત્વચાને એક્સ્ફોલિએટ કરવાથી બેક્ટેરિયા અને ડેડ સ્કીન દૂર થાય છે. આ પ્રક્રિયાને સ્ક્રબ પણ કહેવામાં આવે છે. આ માટે નારિયેળના તેલમાં કોફી મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો. મધ અને સુગરનું સ્ક્રબ પણ ખૂબ જ અસરકારક છે.