બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / શિયાળામાં ફાટેલી એડીઓ ટાંકણીની જેમ ખૂંચે છે? આ દેશી મલમ વાઢિયાનો રામબાણ ઈલાજ
Last Updated: 06:03 PM, 19 December 2024
શિયાળામાં સ્કીન ફાટવાની સમસ્યા સામાન્ય હોય છે. તમારા ચહેરાની સ્કીનથી લઈને પગની સ્કિન સુધી શિયાળામાં ફાટી જાય છે. આ સિઝનમાં હાથ-પગથી લઈને પગથી લઈને પગની એડીઓ ફાટવી સામાન્ય વાત છે. એવામાં તમે અમુક ઘરેલુ નુસખા અપનાવીને પોતાની સ્કીનનું ધ્યાન રાખી શકો છો. તો ચાલો શિયાળામાં એડીઓને ફાટવાથી બચાવવા માટે ઘરેલુ નુસખા વિશે વિગતે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
ફાટેલી એડીઓ માટે ઘરેલુ નુસખા
ADVERTISEMENT
કેળા- કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને વિટામીન ઈ હોય છે, જેથી એડીઓ સુંદર બને છે અને પોષણ પ્રદાન કરે છે. કેળા પીસીને એડીઓ પર લગાવો અને 15-20 મિનિટ પછી તેને સાફ કરી લો. સપ્તાહમાં ત્રણ વાર આ ઉપાય જરૂરથી કરવો જોઈએ.
મધ અને એલોવેરા: મધ અને એલોવેરામાં પ્રાકૃતિક એન્ટીઈન્ફ્લામેટરી અને મોઈશ્ચરાઈઝિંગ ગુણ રહેલા છે. જે ફાટેલી એડીઓને એકદમ રિપેર કરી દે છે. એડીઓ મુલાયમ બને છે અને દુખાવો થતો નથી. એક ચમચી મધમાં એક ચમચી એલોવેરા જેલ મિશ્ર કરો. આ પેસ્ટ એડીઓ પર લગાવો અને 15-20 મિનિટ પછી હુંફાળા પાણીથી સાફ કરી દો. દિવસમાં બે વાર આ ઉપાય કરવો.
વેસલીન અને લીંબુનો રસ: લીંબુ, વેસલીન શુષ્ક સ્કિન અને ફાટેલા પગને સરળતાથી સાફ કરી શકે છે. પગને લગભગ 15 મિનિટ સુધી હૂંફાળા પાણીમાં પલાળી રાખવા. 1 ચમચી વેસેલીન અને લીંબુના રસના અમુક ટીપા મિક્સ કરવા. આ મિશ્રણને પોતાની એડીઑ અને પગના બીજા ભાગોમાં સરખી રીતે લગાવો. આખી રાત ઉની મોજા પહેરી રાખો અને સવારે ધોઈ લો. નિયમિત રૂપે સૂતા પહેલા આ પ્રક્રિયા ન કરવી.
વધુ વાંચો: હવેથી WhatsApp કે કૉલ પર યુઝ કરી શકશો ChatGPT, એ કઇ રીતે? જુઓ Video
ચોખાનો લોટ, મધ અને વિનેગર: 2 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી મધ એન વિનેગરના 5-6 ટીપાં મિક્સ કરવા. આ બધી જ સામગ્રી ભેળવીને પેસ્ટ બનાવીને સ્ક્રબ બનાવવું. પોતાના પગને 10 મિનિટ સુધી હૂંફાળા પાણીમાં રાખવા અને પછી ડેડ સ્કીનને દૂર કરવા માટે મિશ્રણનો ઉપયોગ કરીને ધીમેથી ઘસવી. આ પ્રક્રિયાને અઠવાડિયામાં 2-3 રિપીટ કરવી.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT