બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આ છે શરદી, ઉધરસને જડમૂળથી ભગાડવાનો રામબાણ ઇલાજ, બસ તૈયાર કરી લો આ ચૂર્ણ, પછી જુઓ!
Last Updated: 09:15 AM, 3 August 2024
મોનસુનમાં સૌથી વધારે શરદી ખાંસી, તાવ જેવી બીમારીઓ થવા લાગે છે. બાળકોથી લઈને મોટા દરેક લોકો શરદી ખાંસીથી પરેશાન રહે છે. શરદી-ખાંસીને દૂર ભગાવવા માટે ઘણા ઘરેલુ ઉપાય દવાઓથી વધારે અસરદાર સાબિત થાય છે.
ADVERTISEMENT
એવો જ એક અસરદાર ઉપાય છે ત્રિકુટ ચુર્ણ, જેને ત્રણ વસ્તુઓ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. ત્રિકુટ ચૂર્ણમાં સુઠ, કાળા મરી અને પીપરીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ખાવાથી શરદી ખાસીની સાથે તાવ અને સીઝનલ ઈન્ફેક્શન પણ દૂર ભાગે છે. જાણો તેવી રીતે બનાવશો આ ચુરણ.
ADVERTISEMENT
સુઠ, કાળા મરી અને પીપરીથી બનાવો ત્રિકુટ ચુરણ
1 ગ્રામ સુઠ, 1 ગ્રામ કાળા મરી અને 1 ગ્રામ પીપરીને પીસી ચુરણ બનાવી લો. થોડી બૂરૂ કે દેશી ખાંડ લો અને આ ચુરણમાં મિક્સ કરો. હવે રોજ રાત્રે દૂધની સાથે 1 ચમચી આ ત્રિકૂટ ચુરણનું સેવન કરો. તેનાથી કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન તમારી આસપાસ નહીં આવે.
શરદી અને તાવમાં રામબાણ ઈલાજનું કામ કરે છે. તેનાથી જુનામાં જુનો કફ પણ નિકળી જશે, અને ચુરણને બનાવીને તમે ઘણા મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તમે આ ચુરણને મધ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
વધુ વાંચો: આર્થિક તંગીથી લઇને.., અનેક સમસ્યાઓથી છો પરેશાન? તો દર શનિવારે અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો
ચુરણના ફાયદા
કાળા મરી, પીપરી અને સુઠમાં પાચક ઘટક મળી આવે છે જે તમારા શરીરમાં જમા ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. ત્રણેય વસ્તુઓ શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે. સુઠ, પીપરી અને કાળા મરી કમજોર પાચનને મજબૂત કરે છે. આ ચુરણને ખાવાથી ગેસ, અપચો, પેટમાં આંટી વળવી, કોલાયટિસ, કફ, ખાંસી, સાયનોસાઈટિસ અને દમા જેવી બીમારીઓ પણ ઓછી થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.