બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Home remedies for breathing and cough problem

ફાયદાકારક / શરદી-ખાંસી, કફ અને શ્વાસની તકલીફ માટે 3 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર કરી લેજો, દવાઓ નહીં ખાવી પડે

Noor

Last Updated: 10:39 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીઝનમાં ફેરફાર થઈ રહ્યો છે અને હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે. એવામાં શરદી-ખાંસી, કફ અને શ્વાસની તકલીફ માટે બેસ્ટ ઉપચાર નોંધી લો.

  • શ્વાસની તકલીફ થતી હોય તો આ 3 ઘરેલૂ ઉપાય કરો
  • શરદી-કફ જડમૂળથી મટી જશે
  • શ્વાસના દર્દીઓ માટે બેસ્ટ છે આ ઘરેલૂ ઉપાય

સીઝન બદલાતા શ્વાસના દર્દીઓની તકલીફ વધવા લાગે છે. એમાં પણ જે લોકોને અસ્થમા હોય તેમની પર સીઝનની અસર વધુ જોવા મળે છે.  જેના કારણે દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ થાય છે. અસ્થમાના દર્દીઓએ સાવધાની રાખવાની જરૂર હોય છે. ઘરથી બહાર નીકળતી વખતે મોં અને નાક ઢાંકીને નીકળવું અને ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરવી જેનાથી શ્વાસની સમસ્યા વધે નહીં. આજે અમે તમને શ્વાસની તકલીફ માટે બેસ્ટ ઘરેલૂ ઉપાય જણાવીશું.

આદુ-લસણની ચા

અસ્થમા દરમિયાન શ્વાસ લેવામાં થતી તકલીફો દૂર કરવામાં આદુ અને લસણની ચા પણ ઘણી ફાયદાકારક હોય છે. તેને બનાવવી રીત પણ સરળ છે. પહેલા આદુની સામાન્ય ચા બનાવી લો, હવે લસણની બે-ત્રણ કળીઓને ચામાં મિક્સ કરી લો. આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે છે પણ ઘણી અસરકારક હોય છે. આ ચા કફની સમસ્યામાં પણ રામબાણ છે. 

હળદર અને મધ

હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. હળદર અને મધ બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો તેની અસર બમણી થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે. દરરોજ બે વાર ચપટી હળદરને મધમાં ભેળવીને ચાટવાથી અસ્થમાના દર્દીઓને શ્વાસની સમસ્યામાં રાહત મળે છે. શરદી-ઉધરસથી પરેશાન સામાન્ય વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે. 

અંજીરનું સેવન

દરરોજ રાતે ઊંઘતા પહેલા સાફ પાણીમાં 2-3 સૂકા અંજીર પલાળી દો. સવારે ઉઠીને તેને ખાલી પેટે સારી રીતે ચાવીને ખાઈ લો. અંજીર ખાધા પછી તે પાણી પી લો. અંજીર શ્વાસની નળીમાં જામેલા કફને દૂર કરી દે છે જેથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Asthma Home Remedies Problem Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ