બ્રેકિંગ ન્યુઝ
VTV / home ministry reply in lok sabha nationwide nrc amit shah caa
Bhushita
Last Updated: 01:53 PM, 4 February 2020
ADVERTISEMENT
દેશભરમાં NRC લાગૂ થશે કે નહીં તેને લઈને પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક લેખિત નિવેદન આપ્યું છે જેમાં કહેવાયું છે કે હાલ સુધી દેશભરમાં NRC લાગૂ કરવાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે વિપક્ષની તરફથી સતત એક જ મુદ્દે પ્રશ્ન થઈ રહ્યો છે અને મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
લોકસભામાં સાંસદ ચંદન સિંહ, નાગેશ્વર રાવની તરફથી ગૃહ મંત્રાલયે કેટલાક પ્રશ્નો કર્યા હતા. તેમાં શું NRCને લાગૂ કરવાને માટે સરકાર પગલાં લઈ રહી છે. શું રાજ્ય સરકારે આ માટે ચર્ચા કરી છે? આ સહિત અન્ય પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા.
વિપક્ષના હંગામાના કારણે ગૃહમંત્રી અમિત શાહ ન આપી શક્યા નિવેદન
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિત નિવેદન આપ્યું હતું અને કહ્યું કે હજુ સુધી ભારત સરકારે આખા દેશમાં નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન લાગૂ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નિવેદન આપવાના હતા પરંતુ વિપક્ષના હંગામાને કારણે તેઓ નિવેદન આપી શક્યા નથી. સ્પીકર ઓમ બિરલાએ સદનની કાર્યવાહી સ્થગિત કરી હતી. જેના કારણે ગૃહ મંત્રાલય વતી સદને પટલ પર નિર્ણય રજૂ કર્યો હતો.
આ રાજ્યોમાં હજુ પણ છે NRCને લઈને વિરોધ
ઉલ્લેખનીય છે કે NRCના વિરોધમાં અનેક રાજ્ય સરકારોએ પણ વિરોધ કર્યો છે. બિહારમાં નીતિશ કુમાર પણ જાહેર કરી ચૂક્યા છે કે તેમના રાજ્યમાં NRC લાગૂ નહીં થાય. જ્યારે તેમની પાર્ટી એનડીએનો ભાગ છે. આ સિવાય બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અન્ય વિપક્ષી રાજ્યોએ NRC લાગૂ કરવાનો વિરોધ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.