Home Ministry has come up with a new plan to arrest Dawood, which has now been handed over to the NIA
મોટો પ્લાન /
દાઉદ ઈબ્રાહિમને પકડવા માટે હવે નવો પ્લાન તૈયાર કરાયો, ગૃહ મંત્રાલયે આપ્યો આ મોટો આદેશ
Team VTV04:30 PM, 07 Feb 22
| Updated: 04:33 PM, 07 Feb 22
દાઉદ ઈબ્રાહિમને પકડવા માટે હવે સરકારે નવી યોજના બનાવી છે. જેમા ગૃહ મંત્રાલયે NIAને દાઉદને પકડવાની પૂરી જવાબદારી આપી દીધી છે. જેથી હવે વિદેશમાં જઈને પણ NIA દાઉદ સામે કાર્યવાહી કરી શકશે.
દાઉદને પકડવાની જવાબદારી NIAને સોંપવામાં આવી
હવે વિદેશમાં જઈને પણ NIA દાઉદ સામે કાર્યવાહી કરી શકશે
ગૃહ મંત્રાલયે દાઉદને પકડવા નવો પ્લાન તૈયાર કર્યો
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પકડવા માટેની જવાબદારી હવે ગૃહ મંત્રાલય દ્વારા NIAને આપવામાં આવી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી આતંકીઓ વીશે તપાસ કરનારી સૌથી મોટી એજન્સી છે. આપને જણાવી દઈએ કે એવું પહેલી વખત બન્યું છે કે દાઉદ ઈબ્રાહિમને પકડવા માટે હવે NIAને મોટા સ્તર પર કામ આપવામાં આવ્યું છે.
NIAને મોટા સ્તર પર કામ અપાયું
અત્યાર સુધી NIA દાઉદ સાથે જોડાયેલા કેસો પર તપાસ કરતી હતી. પરંતુ તે હવે એનઆઈએને સરકારે એટલો પાવર આપ્યો છે કે તેઓ વિદેશમાં જઈને પણ કાર્યવાહી કરી શકે છે. એવી માહિતી પણ સામે આવી છે કે ગૃહ મંત્રાલયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પરને પકડવા માટે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. જેથી તેમણે NIAને હવે મોટા સ્તર પર કામ આપ્યું છે.
આતંકી સંગઠનો સાથે દાઉદની સાઠગાંઠ
દાઉદ ઈબ્રાહિમ સામે અગાઉ ઘણા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેથી હવે NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે ડી કંપની અને દાઉદ સામે ભારતમાં ટેરર ફંડિગ, નાર્કો ટેરર, ડ્રગ્સ સ્મગલિંગ અને ફેક કરંસીને લઈને ગંભીર આરોપો લાગ્યા છે. એટલુંજ નહી દાઉદ અને તેની ડી કંપની લશ્કર એ તૈયબા, જૈશ એ મહોમ્મદ અને અલ કાયદા દ્વારા પણ ભારતમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહી છે.
દાઉદ સાથે જોડાયેલા લોકોની પણ તપાસ થશે
ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે એનઆઈએ માત્ર દાઉદ અને તેની ડી કંપનીની આતંકી ગતિવિધીઓ પર તપાસ નહી કરે પરંતુ દાઉદ સાથે જોડાયેલ છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેનન, ઈકબાલ મિર્ચી, દાઉદની બહેન હસીના પારકર કે જે હયાત નથી આ દરેકની આતંકી ગતિવિધિઓ પર પણ તપાસ કરી કરશે.
UNએ દાઉદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો
ઉલ્લેખનીય છે કે UN દ્વારા દાઉદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. સાથેજ ભારત દ્વારા પણ UAPA અંતર્ગત દાઉદને ડેજિગ્નેટેડ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. એવી પણ જાણકારી સામે આવી છે કે દાઉદ પાકિસ્તાનમાં છુપાયો છે. સાથેજ તે કરાચીના પોશ વિસ્તારોમાં તેના ઠેકાણા બદલી રહ્યો છે.