home ministry does not have any order to close school again in india
નિર્ણય /
Fact Check: શું ફરી દેશભરમાં શાળા-કોલેજો બંધ થઈ જશે? સરકારે તાત્કાલિક કરી સ્પષ્ટતા
Team VTV06:55 PM, 19 Jan 21
| Updated: 07:23 PM, 19 Jan 21
એક તરફ જ્યાં દેશમાં કોરોના વાયરસ સામે જંગની શરૂઆત કરવામાં આવી છે ત્યાં બીજી તરફ સોશ્યલ મીડિયામાં અફવાઓ પણ ખૂબ તેજીથી ફેલાઈ રહી છે
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો
દેશના જુદા જુદા રાજ્યોમાં ખૂલી રહી છે શાળાઓ
સોશ્યલ મીડિયામાં શાળાને લઈને ફેલાઈ ખોટી માહિતીઓ
સોશ્યલ મીડિયામાં ખોટા દાવાઓ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો સામે આવી રહ્યો છે અને સાથે સાથે આખા દેશમાં મહામારી સામે રસીકરણનું મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ઘણા રાજ્યોમાં શાળા-કોલેજો ખોલી દેવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સોશ્યલ મીડિયામાં શાળાઓ મુદ્દે અફવાઓ ખૂબ ફેલાઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૃહમંત્રાલયે ફરીથી શાળાઓ બંધ કરી દેવા માટે આદેશ કર્યા છે જે બાદ હવે સરકાર તરફથી આ મુદ્દા પર સ્પષ્ટતા કરવામાં આવી છે.
સરકારે આપી સ્પષ્ટતા
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક દાવાને ખોટો ગણાવ્યો છે. સોશ્યલ મીડિયામાં ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે દેશભરમાં શાળા-કોલેજો ફરીથી બંધ કરવામાં આવી રહી છે. જે બાદ સરકારે આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.
दावा:- कुछ #Morphed तस्वीरों में दावा किया जा रहा है कि गृह मंत्रालय ने स्कूल-कॉलेजों को फिर से बंद करने का आदेश जारी कर दिया है।#PIBFactCheck:- यह दावा फर्जी है। गृह मंत्रालय ने स्कूल-कॉलेजों को बंद करने से संबंधित ऐसा कोई आदेश जारी नहीं किया है। pic.twitter.com/NjBreaMNIy
પીઆઇબીએ કહ્યું કે ગૃહમંત્રાલય દ્વારા આવી કોઇ પણ નોટિસ જાહેર કરવામાં આવી નથી. સોશ્યલ મીડયામાં વાયરલ થઈ રહેલી તસવીરો એડિટ કરેલી છે અને આવા ખોટા દાવા સોશ્યલ મીડિયા ફરતા થયા છે.
જુદા જુદા રાજ્યોમાં ખૂલી રહી છે શાળાઓ
નોંધનીય છે કે મહામારીના કારણે દેશભરમાં શાળા અને કોલેજોને બંધ કરવામાં આવી હતી અને મહિનાઓ સુધી શિક્ષણકાર્ય થઈ શક્યું નથી. જોકે હવે કોરોના વાયરસના કેસમાં હવે જ્યાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઘણા બધા રાજ્યોમાં ધીમે ધીમે શાળાઓ ખોલી દેવાની શરૂઆત કરવામાં આવી છે. નવા વર્ષમાં કોરોના વાયરસના કેસમા ઘટાડો થવાના કારણે 17 રાજ્યોમાં શાળાઓ ખોલી દેવામાં આવી છે.
આ જ સપ્તાહમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર અને મિઝોરમમાં પણ શાળા ખૂલી ગઈ છે જ્યારે રાજસ્થાન જેવા રાજ્યોમાં ધીમે ધીમે ટ્રાયલ સ્તર પર શાળાઓ ખૂલી રહી છે અને ઘણા રાજ્યોમાં યુનિવર્સિટીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
એક તરફ જ્યાં શાળાઓ ખૂલી રહી છે ત્યાં બીજી તરફ સોશ્યલ મીડિયામાં વિવિધ માહિતીઓ વાયરલ થઈ રહી છે. જોકે આ માહિતીઓ પર સરકાર દ્વારા હવે સ્પષ્ટતા કરવામાં આવી છે.