બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'સલીમ સુરેશ બનીને પ્રેમનો ખીલવાડ કરશો તો છોડાશે નહીં', લવ જેહાદને પર હર્ષ સંઘવીનો હુંકાર

અમદાવાદ / 'સલીમ સુરેશ બનીને પ્રેમનો ખીલવાડ કરશો તો છોડાશે નહીં', લવ જેહાદને પર હર્ષ સંઘવીનો હુંકાર

Last Updated: 12:37 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કાર્યક્રમમાં લવજેહાદ પર ગૃહરાજ્યમંત્રી બોલ્યા હતા. જેમાં તેઓએ કહ્યું કે રાજ્યમાં સરકારનો દંડો પડે છે લવજેહાદ કરનાર પર, પોલીસ માત્ર લાલ આંખ જ નથી કરતી પરંતુ એક્શન લે છે.

રાજ્યમાં લવજેહાદને લઇને થતી કામગીરી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે રાજ્યના ખૂણે-ખૂણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદ સામે મજબૂતાઇથી કામ કરે છે. પોલીસ પણ લવજેહાદ સામે ગંભીરતાથી કામગીરી કરી રહી છે. રાજ્યની ભોળી દીકરીઓ પ્રેમને સૌથી પવિત્ર વ્હવહાર તરીકે ઓળખે છે.

7 કેસનું નિવારણ

ભોળી દીકરીઓને ષડયંત્ર કરી ફસાવવામાં આવે તો પોલીસ માત્ર લાલ આંખ જ નહીં કામ પણ કરશે. અમદાવાદ, સુરત, નવસારી, કચ્છ સહિતના જિલ્લાઓમાં લવજેહાદના 7 કેસનું નિવારણ લાવી દીકરીઓનું માતાપિતા સાથે મિલન કરાવ્યું છે. ત્યારે રાજ્યની કોઇપણ દીકરી સાથે સલીમ સુરેશ બનીને પ્રેમનો ખીલવાડ કરશે એને છોડી દેવામાં આવશે નહીં તેવું ષડયંત્રકારીઓને ચીમકી આપી.

વધુ વાંચો : હજુય ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

ગત માસે આ કિસ્સો સામે આવ્યો હતો

પીડિતાના મા બાપે માણાવદરના ઇલિયાસ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. માતા-પિતાએ જણાવ્યું કે, 'બે મહિના પહેલા ઇલિયાસે તેમની પુત્રીનું અપહરણ અને ત્યારથી તે તેની સાથે છે. અમે આ મામલે માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે'. પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, 'આરોપી ક્યાં છે તે પોલીસને ખબર છે છતાં પણ પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી'. લવ જેહાદનો ભોગ બનેલી પીડિતાના માતા પિતાએ સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીરાને મુસ્લિમ યુવકની ચુંગાલમાંથી મુક્ત કરવવા માગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Love Jehad Harsh Sandhvi Ahmedabad Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ