બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Home Minister Shah said 'Important contribution of 4 Gujaratis in modern India'

નિવેદન / ગૃહમંત્રી શાહે કહ્યું 'આધુનિક ભારતમાં 4 ગુજરાતીઓનું મહત્વપૂર્ણ યોગદાન', જાણો કોના કોના નામ લઈને ગણાવી ઉપલબ્ધિ

Priyakant

Last Updated: 09:29 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah Statement News: 'શ્રી દિલ્હી ગુજરાતી સમાજ'ના 125 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે હાજરી આપી અને કહ્યું...

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી એક કાર્યક્રમમાં આપ્યું નિવેદન 
  • ભારતના આધુનિક ઈતિહાસમાં ગુજરાતીઓના મહત્વપૂર્ણ યોગદાન
  • ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી અને PM મોદીનું મહત્વપૂર્ણ યોગદાન

ભારતના આધુનિક ઈતિહાસમાં ગુજરાતીઓના મહત્વપૂર્ણ યોગદાન વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે,  દિલ્હીમાં 'શ્રી દિલ્હી ગુજરાતી સમાજ'ના 125 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે હાજરી આપી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતના આધુનિક ઈતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે. 

દિલ્હીમાં 'શ્રી દિલ્હી ગુજરાતી સમાજ'ના 125 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભારતની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી રહી છે. અમિત શાહે કહ્યું કે, ગાંધીજીના કારણે દેશને આઝાદી મળી, સરદાર સાહેબના કારણે દેશ એક થયો, મોરારજી દેસાઈના કારણે દેશની લોકશાહી પુનઃજીવિત થઈ અને નરેન્દ્ર મોદીના કારણે ભારતનું નામ દુનિયામાં રોશન થયું. તેમણે કહ્યું કે, આ ચાર ગુજરાતી સેલિબ્રિટીઓએ મહાન કાર્યો કર્યા છે અને તેઓ સમગ્ર દેશનું ગૌરવ છે.

શુંકહ્યું અમિત શાહે ? 
અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાતી સમુદાય દેશ અને દુનિયાભરમાં હાજર છે અને કોઈપણ સમાજની સેવા કરતી વખતે હંમેશા સારી રીતે ભળી ગયો છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં વસતા ગુજરાતીઓને તેમની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડવા ઉપરાંત આ સંસ્થાએ તેમને દેશ અને સમાજની સેવા કરવા પ્રેરિત કરવાનું કામ કર્યું છે. 

ગૃહમંત્રીએ પાઠવ્યા અભિનંદન 
ગૃહમંત્રીએ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને 125 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતી સમુદાયે પોતાની સ્વીકૃતિ મેળવી છે અને દિલ્હીમાં રહેતા હોવા છતાં ગુજરાતી સમાજે ગુજરાતનું સત્વ જાળવી રાખ્યું છે, તેને આગળ વધાર્યું છે અને તેની સંસ્કૃતિને જાળવી રાખી છે અને આગળ ધપાવી છે.  તેમણે કહ્યું કે, દિલ્હીમાં દરેક સમુદાયના લોકો રહે છે અને ગુજરાતી સમુદાય પણ શહેરમાં વ્યવસ્થિત રીતે રહે છે. 

PM મોદીને લઈ શું કહ્યું ? 
વડાપ્રધાન મોદીના નવ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન દેશે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, 2014માં મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 11મા ક્રમે હતી અને આજે નવ વર્ષ પછી ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, હવે IMF સહિત ઘણી એજન્સીઓ ભારતની અર્થવ્યવસ્થાને એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે.

સંકળાયેલા મુદ્દાઓ

amit shah statement અમિત શાહ આધુનિક ભારત ગુજરાતીઓનું યોગદાન દિલ્હી ગુજરાતી સમાજ નરેન્દ્ર મોદી Amit shah statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ