ગાંધીનગરઃ હાલ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના અધ્યક્ષસ્થાને યોજાઈ છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત છે. તો સાથે જ CM રૂપાણી પણ હાજર રહ્યાં છે.
વેસ્ટર્ન ઝોનલમાં 3 રાજ્ય ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા તેમજ અને 2 સંઘ પ્રદેશ દિવ-દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. દેશભરમાં છ ઝોનલ કાઉન્સિલની રચના કરવામાં આવી છે.
મહત્વનું છે કે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાત ગોવા મહારાષ્ટ્ર તેમજ દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ કાઉન્સિલ બેઠકમાં આર્થિક અને સામાજિક આયોજન સીમા વિવાદ ભાષાકીય લઘુમતિઓ અને આંતરરાજ્ય પરિવહન સહિત જાહેર હિતના વિષયો પર ચર્ચા કરાઇ.