બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Home Minister Amit Shah will visit Gujarat on Sunday attend programs in Amreli and Somnath

મુલાકાત / કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, અમરેલી અને સોમનાથના કાર્યક્રમમાં આપશે હાજરી

Kishor

Last Updated: 12:02 AM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ, અમરેલી અને સોમનાથની મુલાકાત લઇ અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

  • આજે કેન્દ્રિય ગૃહમંત્રી શાહ ગુજરાતની મુલાકાતે આવશે
  • અમરેલી અને સોમનાથ ખાતે આપશે હાજરી
  • અમરેલી ખાતે સહકારી સંમેલનની વાર્ષિક સભામાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે(11 સપ્ટેમ્બર) સૌરાષ્ટ્રના અમરેલી અને સોમનાથ પ્રવાસે આવશે.  જેમાં તેવો સોમનાથ મંદિરે દર્શન કરશે અને અમરેલી ખાતે સહકારી સંમેલનની વાર્ષિક સભામાં  હાજરી આપશે. આ ઉપરાંત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલીની મુલાકાતે  
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી ખાતે અમરેલીની સહકારી મંડળીની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. અમરેલી જિલ્લામાં  કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના આગમનને લઇને શહેર-જિલ્લા ભાજપ, વિવિધ સહકારી મંડળી, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત દ્વારા મંત્રીના આગમનને વધાવવા બેઠકનો ધમધમાટ શરૂ કારાયો હતો. અમિત શાહની મુલાકાતને લઇને રુટ ઉપર સુરક્ષા કર્મીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે.

સોમનાથ વેબસાઈટનું અમિત શાહના હસ્તે લોન્ચિંગ કરાશે
વધુમાં અમિત શાહ બપોરે ત્રણ વાગ્યે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચનનો લ્હાવો લેશે. સોમનાથ મહાદેવના દર્શન બાદ સોમનાથ વેબસાઈટનું  અમિત શાહના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે. સોમનાથ ખાતે 16 ફૂટ ઊંચી હનુમાનદાદાની મૂર્તિનુ પણ અનાવરણ કરાશે. આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા તા.૧૦ અને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ છે. STI વિઝન ૨૦૪૭ સાથે પ્રથમ વખત યોજાઇ રહેલી આ કોન્ક્લેવ અંતર્ગત "અનુસંધાન સે સમાધાન"ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને "જીવનની સરળતા"પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ