ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે મુલાકાત લેવાના છે. આ મુલાકાતમાં તેઓ કાશ્મીરની સુરક્ષાને લઈને મોટા નિર્ણય લે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ગૃહમંત્રી અમિતશાહ આજે કાશ્મીરના ઉપરાજ્યપાલને મળશે
આતંકી પ્રવૃત્તિઓને લઈને કરશે મોટી બેઠક
કાશ્મીરમાં પહેલા કરતા સુરક્ષા વધારવામાં આવશે
જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આંતકી હુમલા વધી ગયા છે. જેને લઈને ગૃહ મંત્રાલય દ્વારા હવે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આજે ગૃહમંત્રી અમિતશાહ જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે દિલ્હીમાં મુલાકાત લેવાના છે. આ મુલાકાતમાં કાશ્નીરમાં સુરક્ષા વધારવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે તેવી આશા છે.
પોલીસે એક આતંકીનો ઠાર કર્યો હતો
જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં છેલ્લા એક સપ્તાહમાં ચાર હુમલા થયા છે. જેમા એક વખત પોલીસ પર હુમલો થયો હતો. જેમા આતંકીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જોકે આ હુમલામાં કોઈ જાનહાની નહોતી થઈ. જોકે પોલીસે બાદમાં એક આતંકીને ઠાર કર્યો હતો. જ્યારે અન્ય એક આતંકી ત્યાથી ભાગી ગયો હતો.
કાશ્મીરમાં એક સપ્તાહમાં 7ના મોત
કાશ્મીરમાં એક સપ્તાહમાં જે પણ આતંકી હુમલા થયા છે. તેમા કુલ 7 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જેમા શ્રીનગરમાં જે હુમલો થયો હતો. તે હુમલામાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચરની હત્યા કરવામાં આવી હતી. આ હુમલા બાદ લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથેજ આતંકી સંગઠન ધ રેજિસ્ટેંટ પ્રન્ટ સામે નારેબાજી પણ કરી હતી.
આતંકીઓ સામે કડક પગલા લેવાશે
ઉલ્લેખનીય છે કે આતંકી હુમલામાં જે દિપક નામના જે શિક્ષકની હત્યા થઈ હતી. તેના અંતિમ સંસ્કારમાં પણ લોકોની ભારે ભીડ એકઠી થઈ હઈ હતી. જેમા કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના પણ અંતિમ સંસ્કારમાં શામેલ થયા હતા. જેમણે આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી સાથેજ કીધું હતું કે આ હત્યાનો બદલો પણ લેવામાં આવશે.