બ્રેકિંગ ન્યુઝ
VTV / home-minister-amit-shah-review-meeting-on-covid-19-situation-in-country
Nirav
Last Updated: 09:05 PM, 22 February 2021
ADVERTISEMENT
પંજાબ અને મહારાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસોથી કોવિડ સંક્ર્મણ કેસોમાં વધારો જોવાઈ રહ્યો છે, જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે આજે અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહે કરી કોરોના રિવ્યૂ મીટિંગ
સોમવારે ગૃહમંત્રી અમિત શાહની કોરોના સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, ગૃહ સચિવ અજય ભલ્લા અને બંને મંત્રાલયના અધિકારીઓ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં દેશમાં કોરોનાની સમીક્ષા અને ખાસ કરીને એવા રાજ્યોની ખાસ ચર્ચામાં કરવામાં આવી કે જ્યાં અમુક દિવસોથી સંક્ર્મણના કેસોમાં વધારો જોવાઈ રહ્યો છે.
સૂત્રોની માહિતી અનુસાર આ બેઠકમાં રસીકરણ પ્રક્રિયા, અને વાયરસના પ્રસાર પર લગામ લગાવવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી, મહત્વનું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,199 કેસો સામે આવતા કુલ કોવિડ કેસોની સંખ્યા 1.10 કરોડથી વધુ થઇ ગઈ છે અને એક્ટિવ કેસોમાં લગાતાર પાંચમા દિવસે પણ વધારો નોંધાયો છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છતીસગઢ અને મધ્ય પ્રદેશમાં કેસો વધવાનું સામે આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT