home minister amit shah recovered from coronavirus infection discharged from delhi aiims
નવી દિલ્હી /
અમિત શાહ થયા સ્વસ્થ, 12 દિવસ બાદ આજે AIIMSમાંથી થયા ડિસ્ચાર્જ
Team VTV09:28 AM, 31 Aug 20
| Updated: 09:46 AM, 31 Aug 20
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોરોનાને હરાવી દીધો છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. સોમવારે તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી ડિસ્યાર્જ કરવામાં આવ્યા છે. રવિવારે એમ્સના નિવેદનમાં જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ કોરોનામાંથી ઠીક થઈ ચૂક્યા હતા.
સોમવારે તેમને AIIMSમાંથી રજા અપાઈ
અમિત શાહે 2 ઓગસ્ટના રોજ ટ્વિટ કરીને કહ્યું હતુ કે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે
18 ઓગસ્ટના રોજ હળવા તાવની ફરિયાદ બાદ ફરી દિલ્હી એમ્સમાં ભરતી થયા હતા
અમિત શાહે 2 ઓગસ્ટના રોજ ટ્વિટ કરીને કહ્યું હતુ કે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કોરોના થવાને કારણે તેઓ આઈસોલેશનમાં હતા અને સતત આ બિમારીની સારવાર કરાવી રહ્યા હતા. આ બાદ તેમને ગુરુવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓના સાજા થયા બાદ રજા આપી દેવામાં આવી હતી.
આ બાદ તેઓ ફરી પોતાના ઘરમાં આઈસોલેશનમાં હતા. પરંતુ 18 ઓગસ્ટના રોજ હળવા તાવની ફરિયાદ બાદ ફરી દિલ્હી એમ્સમાં ભરતી થયા હતા. અહીં લગભગ 12 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી.
ભારતમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. ભારતમાં એક દિવસમાં 79 હજાર 457 કેસ નોંધાયા છે. દેશમાં વધુ 960 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ત્યારે દેશમાં કોરોનાના કેસનો કુલ આંક 36 લાખ 19 હજારને પાર થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 16 હજાર 408 નવા કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં 10 હજાર 603 નવા કેસ નોંધાયા છે. જ્યારે કર્ણાટકમાં 8852 અને તમિલનાડુમાં 6495 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 6175 અને પ.બંગાળમાં 3019 કેસ નોંધાયા છે. જ્યારે ઓડિશામાં 3014, તેલંગાણામાં 2924 અને દિલ્હીમાં 2024 કેસ સામે આવ્યા છે.