ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા. ત્યારે પેટાચૂંટણીના પરિણામ બાદ આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે. જ્યાં આવતીકાલે કચ્છ રણોત્સવનો પ્રારંભ કરાવ્યાં બાદ દિવાળીની ઉજવણી અમદાવાદમાં પરિવાર સાથે ઉજવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવશે
કચ્છમાં બોર્ડર વિસ્તારની મુલાકાત લેશે
આવતીકાલે કચ્છ રણોત્સવની શરૂઆત થશે
કચ્છ બાદ અમિત શાહ અમદાવાદ આવશે
પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ પહેલી ગુજરાત મુલાકાત છે. તેઓ દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી કચ્છમાં આવેલી પાકિસ્તાન સાથેની બોર્ડર વિસ્તારની મુલાકાત લેશે. આવતી કાલે કચ્છ રણોતસ્વનો પ્રારંભ કરાવશે.
અમિત શાહ બે દિવસ કચ્છમાં રોકાશે. સરહદ વિસ્તારના સરપંચો સહિત બોર્ડર વિસ્તારના વિકાસ અંગે ચર્ચા કરશે. આવતી કાલે ઘોરડો ખાતે સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. અમિત શાહ કચ્છ બાદ સીધા અમદાવાદ આવશે. દિવાળીનો તહેવાર કેન્દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે ઉજવશે.