બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 651 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, સુવિધાઓ અઢળક
Last Updated: 07:07 AM, 24 January 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા વિસ્તારોમાં AMCના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ગૃહમંત્રીના હસ્તે 651 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ સાથે તેમણે રાણીપ ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું..
ADVERTISEMENT
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.. તેમણે કહ્યું કે વિશ્વ નેતા નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 500 વર્ષ પછી કરોડો દેશ વાસીઓનું રામ મંદિરનું સપનું સાકાર થયું.. તેમણે કહ્યું કે વિકાસની રાજનીતિ દેશભરમાં નહીં વિશ્વભરમાં ચાલી રહી છે. વિકાસના એક એક પછી કામ AMC દ્વારા કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે નગરો અને મહાનગરોની પરંપરા અમિત શાહે આગળ વધાવી છે. અંડરપાસના કારણે નાગરિકોને અવરજવરમાં સરળતા રહેશે. ગુજરાતે વધતા જતા શહેરીકરણને આફત નહીં અવસરમાં વધાવ્યું છે. શહેરનું બજેટ 5 કે 25 લાખનું બનતું હતું પરંતુ હવે એક જ દિવસમાં કરોડોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થાય છે
ADVERTISEMENT
શહેરની સોસાયટીને સ્વચ્છ બનાવવા AMC દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સુરક્ષામાં પણ વધારો થયો હોવાનું તેઓએ કહ્યું.. મુખ્યમંત્રીએ કહ્યું કે વિકસિત ગુજરાત 2047ના આયોજન પ્રમાણે કામ કરી રહ્યા છીએ.
મહત્વનું છે કે સમગ્ર ગૃહમંત્રીના હસ્તે AMCના કુલ 651 કરોડના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આવાસના ડ્રો પણ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યા. અમિત શાહે દૂધ સંજીવની યોજના હેઠળ આંગણવાડીના બાળકોને દૂધ આપ્યું હતું..
આ પણ વાંચોઃ પોલીસ ભરતીમાં ડમી ઉમેદવાર પકડાયો, ચાલબાજ યુવકનો કાંડ છતો, પોલીસને ઈનામ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.