બ્રેકિંગ ન્યુઝ
VTV / Home Minister Amit Shah held a big meeting on the issue of Naxalism
Ronak
Last Updated: 05:26 PM, 26 September 2021
ADVERTISEMENT
Delhi | Union Home Minister Amit Shah arrives for a review meeting on 'Left-Wing Extremism'. Maharashtra CM Uddhav Thackeray, Bihar CM Nitish Kumar, Odisha CM Naveen Patnaik, Madhya Pradesh CM Shivraj Singh Chouhan among others present, at Vigyan Bhawan pic.twitter.com/c2I3XsXBOx
— ANI (@ANI) September 26, 2021
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી જે બેઠક નક્સલ પ્રભાવિત વિસ્તારોની સુરક્ષાને લઈને કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ જોડાયા હતા.
ચાર રાજ્યોના મુખ્યમંત્રી ન આવ્યા
આ બેઠકમાં પશ્ચિમ બંગાળ, છત્તિસગઢ, આંધ્રપ્રદેશ અને કેરળના મુખ્યમંત્રીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ આ ચારેય રાજ્યનું પ્રતિ નિધિત્વ રાજ્યના કોઈના કોઈ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
નક્સલ પ્રભાવી વિસ્તારોનું નિરિક્ષણ
ગૃહમંત્રીએ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને નક્સલ પ્રભાવિત વિસ્તારોની સુરક્ષાનું નિરિક્ષણ કર્યિું સાથેજ માઓવાદિઓ સાથે ચાલી રહેલા અભિયાન અને વિકાસની પરિયોજનાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર મામલે ઉગ્રવાદીઓને પહોચી વળવા માટે બળ સંખ્યા કેટલી રાખવામાં આવી છે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઓડિશાના ત્રણ જિલ્લાઓમાં માઓવાદીઓની સમસ્યા
ઓડિશાના મુખ્યમંત્રી પટનાયકે કહ્યું કે તેમના રાજ્યમાં માઓવાદીઓની સમસ્યા માત્ર ત્રણ જિલ્લાઓ સુધી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગિરીરાજ સિંહ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય પણ જોડાયા હતા. જેમા તેમણે પણ સમગ્ર મામવે નક્સલી વિસ્તારોને લઈને નિરીક્ષણ કર્યું હતું.
45 જિલ્લાઓમાં માઓવાદીઓનો ખતરો
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલયના આકડા પ્રમાણે દેશમાં માઓવાદી હિંસા ઘણી ઓછી થઈ છે. અંદાજે 45 જિલ્લાઓને માઓવાદીઓનો ખતરો છે. જોકે કુલ 90 જિલ્લાઓને હાલમાં માઓવાદી પ્રભાવીત માનવામાં આવે છે. 2019માં આ માઓવાદીઓની સમસ્યા 61 જિલ્લાઓમાં જોવા મળી હતી જ્યારે હવે આ સમસ્યા 45 જિલ્લાઓમાં જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT