બ્રેકિંગ ન્યુઝ
VTV / home minister amit shah comment on uddhav thackeray in maharashtra
Pravin
Last Updated: 04:30 PM, 5 September 2022
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘર ચાલી રહેલ ભાજપ સાંસદો, ધારાસભ્યો અને સિનિયર નેતાઓની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં બીએમસી ચૂંટણીમાં ભાજપ અને અસલી શિવસેના ગઠબંધનનો ટાર્ગેટ 150 સીટ હોવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીએમસીમાં ભાજપની જીત નક્કી છે. જનતા પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સાથે છે. વિચારધારા સાથે દગો કરનારા ઉદ્ધવ પાર્ટી સાથે નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર નિશાન કરતા કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ ન ફક્ત ભાજપને દગો આપ્યો, પણ વિચારધારાનેય દગો આપ્યો છે અને મહારાષ્ટ્રની જનતાના જનાદેશનું પણ અપમાન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી નાની હોવાનું કારણ ખુદ ઉદ્ધવ ઠાકરે અને તેમની સત્તાની લાલચ છે. રાજનીતિમાં જે લોકો દગો કરે છે, તેમને સજા આપવી જોઈએ. આજે ફરથી કહેવા માગુ છું કે, અમે ક્યારેય ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદનું વચન આપ્યું નહોતું. અમે બંધ બારણે નહીં, છાતી ઠોકીને રાજનીતિ કરનારા લોકો છીએ. ઉદ્ધવ ઠાકરે સપના જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈ પ્રવાસે છે. અમિત શાહ લાલબાગ કા રાજાના દર્શન કરવા પણ ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, અમિત શાહનો આ પ્રવાસ મહાનગર પાલિકા ચૂંટણી હિસાબે અત્યંત ખાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.