બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Home made Rose Syrup Recipe on Rose Day

રોઝ ડે / બજારથી ન લાવો રોઝ સિરપ, ઘરે બનાવી લો આ સરળ સ્ટેપ્સથી

Bhushita

Last Updated: 11:38 AM, 7 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ રહી છે અને સાથે જ આજે રોઝ ડેની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. હાલમા માર્કેટમાં અનેક કલરના રોઝ મળી રહ્યા છે. તો આજે આપણે વાત કરીશું રોઝ સીરપ બનાવવાની. આ સિરપ તમે બજારમાંથી ખરીદીને લાવો તો તેમાં અનેક પ્રકારના પ્રીઝર્વેટિવ પણ મિક્સ કરવામાં આવે છે અને તેમાં વધારે શુગરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો તમે આ સિરપ ન લાવવા ઈચ્છતા હોવ તો તેને ઘરે જ બનાવી લો.

સામગ્રી

ઊંડી પેન
ગુલાબની પાંદડીઓ
ખાંડ
પાણી


રીત

સૌ પહેલાં એક ઊંડી પેન લો. તેમાં ગુલાબની પાંદડીઓ નાંખો અને પાણી નાંખો. આ બધાને એક રાત માટે રહેવા દો. હવે તેમાં ખાંડ ઉમેરો અને તેને ધીમા ગેસ પર ચાલવા દો. ખાંડ પૂરી રીતે ઓગળી જાય તેની રાહ જુઓ. 

ખાંડ ઓગળે પછી ગેસ ફાસ્ટ કરો. એક ઉકાળો આવવા દો. તેને ચઢવા દો. તે ઘટ્ટ બની જશે. બંને આંગળીઓની વચ્ચે એક ટીપું લો અને તેને ચેક કરો. જો તેમાં એક તારી ચાસણી બને તો ગેસ બંધ કરી લો.

હવે એક મલમલનું કપડું લો અને તેને ગાળી લો. હવે એક એરટાઈટ બોટલમાં આ સિરપ ભરી લો. તમે તેને ગમે ત્યારે વાપરી શકો છો. રાતના સમયે દૂધ કોલ્ડ્રિંગને માટે કે પછી મહેમાન આવે ત્યારે શરબત બનાવવા અને આ સિવાય રોઝ સિરપનું શરબત પણ બનાવી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Recipe Rose Day Rose Syrup રેસિપી રોઝ ડે રોઝ સિરપ Rose Day
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ