home loan tips to lessen the burden of emi follow these tips
તમારા કામનું /
હોમ લોન લેતી વખતે આ વાતોનું રાખો ધ્યાન, આ રીતે ઓછો કરો EMIનો બોજો
Team VTV07:41 PM, 27 Jan 22
| Updated: 07:42 PM, 27 Jan 22
જો તમે હોમ લોન લેવા જાઓ છો તો મોટાભાગની બેન્ક પ્રોપર્ટીના 75થી 90 ટકાની કુલ વેલ્યુ પર લોન મળી શકે છે. એવામાં તમે ઓછામાં ઓછા 10થી 25 ટકા સુધી ચુકવણી કરીને લોન લો.
હોમ લોન લેતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આ વસ્તુઓ
EMIનો બોજ આ રીતે કરો ઓછો
જાણો તેના વિશે બધુ જ
પાછલા થોડા મહિનામાં દેશમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. આજકાલના સમયમાં મોટાભાગના લોકો પોતાનું ઘર ખરીદવા માટે હોમ લોનનો સહારો લઈ રહ્યા છે. પરંતુ ઘણી વખત અમુક સમય બાદ આજ હોમ લોનની EMI બોજ લાગે છે. પરંતુ અમે તમને એવી જ અમુક રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમારી હોમ લોનની EMIનો બોજ ઓછો થઈ શકે છે. તો આવો જાણીએ EMIના બોજને ઓછો કરવાનો ઉપાય
Prepayment વધારેમાં વધારે કરો
તમને જણાવી દઈએ કે લોન લીધા પહેલા તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે વધુમાં વધુ પૌસાનું પ્રી પેમેન્ટ કરી દો. તેનાથી તમારી પ્રિન્સિપલ એમાઉન્ટ ઓછી થઈ જશે. તેનાથી તમારી ઉપર દર મહિને થતી EMIનો બોજો ઓછો થઈ જશે. તેનાથી તમારા લોનનો સમયગાળો પણ ઓછો થઈ જશે.
હોમ લોનમાં કરો બેલેન્સ ટ્રાન્સફર
જો તમે કોઈ બેન્કમાંથી લોન લીધી છે પરંતુ અમુક દિવસ બાદ તમને કોઈ બીજી બેન્કમાંથી ઓછા રેટ ઓફ ઈન્ટરેસ્ટ પર લોન લેવી છે તો તમે લોન ટ્રાન્સફર કરી શકો છો. જોકે બેલેન્સ ટ્રાન્સફરમાં તમને એક પ્રોસેસિંગ ફીસ આપવી પડી શકે છે.
વધારે EMI આપો
તમને જણાવી દઈએ કે ઘણા લેન્ડર્સ વર્ષના આધાર પર ઈન્સ્ટોલમેન્ટ રિવાઈઝ કરવાનો ઓપ્શન પણ આપે છે. જો કોઈ ઓપ્શન પણ આપે છે. જો વચ્ચે તમારી સેલેરી વધારે થઈ જાય તો તમે એક વખત ફરીથી Installmentને રિવાઈઝ કરી શકો છો. તેને ઓથા દિવસમાં તમે વધારેમાં વધારે પૈસાનું રિપેમેન્ટ કરી શકો છો.
ડાઉન પેમેન્ટ વધારે કરો
જો તમે લોન લઈ રહ્યા છો તો મોટાભાગની બેન્ક પ્રોપર્ટીની 75થી 90 ટકાની કુલ વેલ્યુ પર લોન મળી શકે છે. એવામાં તમે ઓછામાં ઓછા 10થી 25 ટકા સુધી ચુકવી કરી લોન લો. જોકે, તમારી પાસે જો સેવિંગ પડી છે તો તેનો વધુમાં વધુ ઉપયોગ કરો અને લોન ઓછી કરો, તેનાથી તમારી EMIનો બોજો ઓછો થઈ શકે છે.