બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ક્યારે ઘટશે હોમ લોનના દર? RBIના ગવર્નરે કરી મોટી ભવિષ્યવાણી, જાણો વિગત

બિઝનેસ / ક્યારે ઘટશે હોમ લોનના દર? RBIના ગવર્નરે કરી મોટી ભવિષ્યવાણી, જાણો વિગત

Last Updated: 10:13 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Loan Rates Latest News : RBI ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે, પોલિસી વ્યાજ દરમાં ઘટાડો માસિક આંકડા પર નહીં પણ ફુગાવાના લાંબા ગાળાના દર પર નિર્ભર રહેશે

Home Loan Rates : હોમ લોનના દરને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે લોન EMIમાં ઘટાડો થવાની આગાહી કરી છે. લોન EMIમાં ઘટાડો એટલે RBIના રેપો રેટમાં ઘટાડો જેને RBI દ્વારા લગભગ દોઢ વર્ષથી સ્થિર રાખવામાં આવ્યો છે. એક તરફ યુરોપિયન સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી રહી છે. બીજી તરફ ફેડએ પણ પોલિસી રેટમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આ બંનેથી વિપરીત આરબીઆઈનો અભિપ્રાય અલગ છે. RBI ગવર્નરનું કહેવું છે કે, ભારતના પોલિસી રેટ અહીંની આર્થિક સ્થિતિ અને આર્થિક ડેટા પર આધારિત હશે.

આવો જાણીએ શું કહ્યું રહ્યા છે RBI ગવર્નર ?

RBI ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે, પોલિસી વ્યાજ દરમાં ઘટાડો માસિક આંકડા પર નહીં પણ ફુગાવાના લાંબા ગાળાના દર પર નિર્ભર રહેશે. દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 7 થી 9 ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. મીટિંગમાં પોલિસી રેટ ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઓગસ્ટમાં મોનેટરી પોલિસીની સમીક્ષામાં RBIએ ખાદ્યપદાર્થોના ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખીને સતત નવમી વખત રેપો રેટ 6.5 ટકા રાખ્યો હતો. ઓગસ્ટની બેઠકમાં MPCના છમાંથી ચાર સભ્યોએ યથાસ્થિતિ જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

લાંબા ગાળાના ફુગાવાના આંકડા કાપ નક્કી કરશે

RBI ગવર્નરે કહ્યું કે, ફુગાવાનો દર વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે તે નક્કી કરવા માટે ફુગાવાની માસિક ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આગામી ફુગાવાના દરને હકારાત્મક અભિગમ સાથે જોવામાં આવશે અને આકારણીના આધારે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રશ્ન એ નથી કે વર્તમાન સંદર્ભમાં જુલાઈની જેમ ફુગાવો લગભગ 3.6 ટકા પર આવ્યો. આ એક સુધારેલ આંકડો છે. ઓગસ્ટમાં તે ઘટીને 3.7 ટકા પર આવી ગયો છે. આ દર્શાવે છે કે મોંઘવારીની વર્તમાન સ્થિતિ શું છે. હવે આપણે જોવાનું છે કે આગામી છ મહિના એટલે કે આગામી એક વર્ષ માટે ફુગાવાનો અંદાજ શું છે. દાસે કહ્યું કે તેથી આગામી સમયમાં ફુગાવો અને વૃદ્ધિની ગતિ શું છે તે હું ધ્યાનપૂર્વક જોવા માંગુ છું અને તેના આધારે અમે નિર્ણય લઈશું.

વધુ વાંચો : શેર બજારમાં ઉતાર-ચઢાવ યથાવત, 50 પોઈન્ટના ઘટાડા સાથે જાણો સેન્સેક્સ ક્યાં પહોંચ્યો, આ કંપનીઓના શેર લપસ્યાં

રૂપિયો સ્થિર રહ્યો

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રૂપિયો વૈશ્વિક સ્તરે સૌથી ઓછા અસ્થિર ચલણમાંથી એક છે ખાસ કરીને 2023ની શરૂઆતથી. અમેરિકી ડોલર અને વોલેટિલિટી ઈન્ડેક્સ સામે રૂપિયો ઘણો સ્થિર રહ્યો છે. તેમણે કહ્યું કે, અમારી જાહેર કરેલી નીતિ રૂપિયાની વધુ પડતી અસ્થિરતાને રોકવાની છે. તેમણે કહ્યું કે રૂપિયાને સ્થિર રાખવાથી બજાર, રોકાણકારો અને અર્થવ્યવસ્થામાં આત્મવિશ્વાસ વધે છે. શક્તિકાંત દાસે કહ્યું કે, RBI નાણાકીય સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને તેની ખાતરી કરવા માટે જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Interest Rate RBI Governor Home Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ