કોરોના વાયરસ / કોરોનાથી આ સુપરસ્ટારનું થયું નિધન, ન્યૂયોર્કની હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ

hollywood veteran actor mark blum died from coronavirus

હોલિવૂડ સુપરસ્ટાર માર્ક બ્લમનું 69 વર્ષની ઉંમરે કોરોના વાયરસને કારણે નિધન થઈ ગયું છે. એક ન્યૂઝ રિપોર્ટમાં માર્કની પત્ની જેનેટ જેરિશે એ ઈમેલ દ્વારા તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. જેનેટે જણાવ્યું, મારા પતિને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ આવેલાં કોમ્પ્લિકેશન્સને કારણે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ્સ મુજબ માર્કે ન્યૂયોર્કના એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ