hollywood star ray liotta has been died at the age of 67
નિધન /
સ્ટાર અભિનેતાનું ઊંઘમાં જ થઇ ગયું મોત, પ્રિયંકા અને રણવીર સહિત દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
Team VTV09:58 AM, 27 May 22
| Updated: 09:58 AM, 27 May 22
હોલીવુડ સ્ટાર રે લિઓટાનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહે તેમને શ્રદ્ધાંજલિ પણ આપી છે. જાણો વિગતવાર
હોલીવુડ એક્ટર રે લિઓટાનું 67ની ઉંમરમાં નિધન
પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહે આપી શ્રદ્ધાંજલિ
ઊંઘતા સમયે જ થઇ ગયું મૃત્યુ
હોલીવુડ એક્ટર રે લિઓટાનું 67ની ઉંમરમાં નિધન
હોલીવુડ સ્ટાર રે લિઓટાનું 67 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે. તેમના આમ અચાનક ચાલ્યા જવાથી તેમના ફેન્સ ઘણા પરેશાન છે. જ્યારે હોલીવુડનાં તમામ સ્ટાર્સ પણ શોકમાં છે. આ ઉપરાંત, બોલિવુડનાં એક્ટર્સ પણ રે લિઓટાનાં નિધનથી ઘણા દુખી છે. આવામાં હોલીવુડનાં ઘણા સ્ટાર્સ સહીત બોલિવુડનાં સ્ટાર્સે પણ તેમણે શ્રદ્ધાંજલિ આપી છે. પ્રિયંકા ચોપરાએ આ દરમિયાન, રે લિઓટાને નમન કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પ્રિયંકાએ એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં તેણે એક્ટર રે લિઓટાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં તેમના જીવન કાળનો સમય પણ મેન્શન કરવામાં આવ્યો છે. 1954થી 2022 સુધી. આ સાથે જ પ્રિયંકાએ તૂટેલા દિલનું ઈમોજી પણ શેર કર્યું છે.
રણવીર સિંહે પણ આપી શ્રદ્ધાંજલિ
રણવીર સિંહે પણ હોલીવુડ એક્ટર રે લિઓટાને શ્રદ્ધાંજલિ આપી છે. રણવીરે પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી દિગ્ગજ હોલીવુડ કલાકાર માટે એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં રણવીરે પણ પ્રિયંકાની જેમ જ રેની તસવીર શેર કરી હતી. રણવીર સિંહે એક્ટર રે લિઓટાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી.
આ ઉપરાંત, જેનીફર લેપોઝે પણ રેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેણે રેની ઘણી તસવીર શેર કરી એક ઈમોશનલ પોસ્ટ લખી હતી.
શું છે મૃત્યુનું કારણ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોમિનિકન ગણરાજ્યમાં તેમણે અંતિમ શ્વાસો લીધા હતા. એક્ટર ત્યાં પોતાની ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. જણાવવામાં આવે છે કે આ દરમિયાન તેઓ ઊંઘ લઇ રહ્યા હતા. આવામાં ઊંઘમાં જ તેમનું મૃત્યુ થઇ ગયું. સમાચારો અનુસાર, જેનીફર એલને જણાવ્યું કે લિઓટા'ડેન્જરસ વોટર્સ'નું શુટિંગ કરી રહ્યા હતા. ત્યારે જ ઊંઘતા ઊંઘતા જ તેમનું મૃત્યુ થઈ ગયું.