'સંજૂ'ની સક્સેસ પછી હોલિવુડમાં એન્ટ્રી કરશે રણબીર, ન્યૂક્લિયર મિશન પરથી બનશે ફિલ્મ

By : juhiparikh 12:23 PM, 10 August 2018 | Updated : 12:23 PM, 10 August 2018
ચીનની વિરુદ્ઘ 1965માં અમેરિકા અને ભારત દ્વારા નંદા દેવી ચોટી પર ગુપ્ત મિશન શરૂ કરવામાં આવ્યુ હતું. આ મિશન હવે ભારત માટે ખતરારૂપ સાબિત થઇ રહ્યુ છે. આ મિશન પાછળ અમેરિકાનું મગજ હતુ, જેમાં ભારતની મદદથી ચીનની ન્યૂક્લિયર ગતિવિધિઓ પર નજર રાખવાની હતી.  આ મિશન દરમિયાન એક ખતરનાક પ્લૂટોનિયમયુક્ત ડિવાઇસ શિખર પર જ ગાયબ થઇ ગઇ હતી. બરફમાં ગુમ થયેલા ડિવાઈસને આજે પણ શોધી નથી શકાયું.

પ્લૂટોનિયમયુક્ત ડિવાઇસની લાઇફટાઇમ 100થી વધારે વર્ષ હોય છે , એવામાં એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે આજ કારણથી ગંગાનું જળ પ્રદુષિત થઇ રહ્યુ છે. ઉત્તરાખંડ પર્યાવરણ મંત્રી સતપાલ મહારાજે આ અંગે આશંકા વ્યકત કરી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ગુપ્ત મિશનમાં કેપ્ટન મનમોહન સિંહ કોહલી સામેલ હતા. હવે આ મિશન પર એક હોલિવુડ ફિલ્મ બનવા જઈ રહી છે અને આ ફિલ્મમાં રણબીર કપૂર કેપ્ટન મનમોહન સિંહ કોહલીના રોલમાં જોવા મળી શકે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભારે બરફ વર્ષાના કારણે તે ટીમે પરમાણુ-ઈંધણવાળા જનરેટર અને પ્લૂટોનિયમ કેપ્સૂલને ત્યાં જ છોડી દીધા હતા. થોડા મહિના પછી ટીમ ફરીથી ત્યાં આવી અને શોધખોળ શરૂ કરી પરંતુ પ્લૂટોનિયમના સ્ટોક સહિત તમામ ઉપકરણ ગાયબ થઈ ગયા હતા.

રિપોર્ટ મુજબ, આ મિશન પહેલા અલાસ્કાના માઉન્ટ મેકિનલી પર 23 જૂન 1965ના રોજ ટ્રાયલ રન પણ થયો હતો. જો કે આનાથી ટીમને કંઈ ખાસ લાભ ના થયો અને હિમાલય સામે હારી ગયા. તે ડિવાઈસ લગાવવામાં પણ નિષ્ફળ રહ્યા અને તેને શોધવામાં પણ સફળતા ન મળી. જણાવી દઈએ કે ચીને 1964માં પોતાનો પ્રથમ ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો હતો. આ

 મિશન દરમિયાન ઘણીવાર CIA અને ભારતીય ટીમ વચ્ચે તકરાર પણ થઈ હતી. ડિવાઈસ ખોવાયા બાદ 3 વર્ષ સુધી તેને શોધવાના પ્રયાસ કરાયા પણ 1968માં શોધવાનું અભિયાન બંધ કરી દેવાયું.

હવે સમાચાર છે કે, ‘હોમ અલોન’ ફેમ હોલિવુડ પ્રોડ્યુસર સ્કોટ રોજનફેલ્ટ આ મિશન પર ફિલ્મ બનાવી રહ્યા છે. સાથે ‘વૂલ્ફ ક્રીક’ના ડાયરેક્ટર અને ઓસ્ટ્રેલિયન ગ્રેગ મેક્લન હોઈ શકે છે. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે, 2020માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. ફિલ્મમાં મિશનના રહસ્યો પરથી સંપૂર્ણપણે પડદો ઉઠાવવાની કોશિશ કરાશે. જણાવી દઈએ કે, ઉત્તરાખંડના 

પર્યાવરણ મંત્રી સતપાલ મહારાજે દાવો કર્યો હતો કે, PM મોદી આ ન્યૂક્લિયર ડિવાઈસના કારણે ગંગાના પ્રદૂષણ મામલે ઉંડી તપાસ કરાવી રહ્યા છે.Recent Story

Popular Story