હોળી પર સેલિબ્રેશનના વચ્ચે દિલ્હી, યુપી, મધ્ય પ્રદેશ સહિત સાત રાજ્યોમાં ઘણી મોટી ઘટનાઓ થઈ છે. આ ઘટનામાં 43 લોકોના જીવ ગયા છે. તેમાં સૌથી વધારે ઘટના યુપીમાં થઈ છે. અહીં ઘટનામાં 19 લોકોના મોત થયા હતા. તેમાં મોટાભાગની ઘટના બેદરકારીના કારણે થઈ છે.
હોળીનું સેલિબ્રેશન ફેરવાયુ શોકમાં
દેશમાં અલગ અલગ જગ્યાઓ પર 43 લોકોના મોત
એકલા યુપીમાં જ 19 લોકોએ ગુમાવ્યા જીવ
હોળીના દિવસે બુધવારે જ્યાં આખો દેશ સેલિબ્રેશન કરી રહ્યો હતો. ત્યાં જ ઘણા ઘરોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. હકીકતે દિલ્હી, યુપી, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તરાખંડમાં થયેલી અલગ અલગ ઘટનાઓમાં 43 લોકોના મોત થયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનામાં મોટાભાગના લોકોએ બેદરકારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જાણો કયા રાજ્યમાં કેટલી ઘટનાઓ થઈ અને આ ઘટનાઓમાં કેટલા લોકોના જીવ ગયા.
દિલ્હીમાં પુરપાટ ઝડપે આવતી કારે 7 લોકોને કચડ્યા
સાઉથ વેસ્ટ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં પુરપાટ ઝડપે આવતી થાર કારે બુધવારે રાત્રે મલાઈ મંદિરની પાસે લારી ગલ્લા અને પાથરણા વાળોને કચળી નાખ્યા. આ ઘટનામાં બં લોકોના મોત થઈ ગયા જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.
કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે પાસે ઉભેલી 2 કારને પણ નુકસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે થાર કારની બ્રેક ફેલ થવાના કારણે આ ઘટના થઈ છે.
બારાબંકીમાં 8 લોકોના મોત
બારાબંકીના બગોસરાય, રામનગર અને કુર્સી વિસ્તારમાં હોળી દિવસે માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ઘટનામાં લખનૈઉ જિલ્લાના ત્રણ યુવકોના મોત કુર્સી વિસ્તારમાં થયા છે. જ્યારે એકની સ્થિતિ ગંભીર છે.
ત્યાં જ બદોસરાયમાં સવારે કાર એક્સીડેન્ટમાં 4 બાળકોના મોત થયા છે તો બપોરે જૈદપુરમાં બાઈક સવારની ઈ-રિક્ષા વાળાથી ટક્કરમાં મોત થઈ હતી.
બસ્તી-દુર્ઘટનામાં 5 લોકોના મોત
બસ્તીમાં બે અલગ અલગ વિસ્તારોમાં માર્ગ અક્સમાત થયો છે જેમાં પાંચ બાઈક સવારોના મોત થયા છે. પહેલી ઘટના કલવારી વિસ્તારની છે. જ્યાં શિવપુર ચાર રસ્તાની પાસે બાઈક સવાર યુવકોને પુરપાટ ઝડપે આવતી પિકઅપે જબરદસ્ત ટક્કર આપી મારી, જેમાં બાઈક સવાર બે યુવકોના મોત થયા છે.
જિલ્લાના બાલ્ટરગંજ વિસ્તારના જિનવા વિસ્તાર પર ભીષણ માર્ગ દુર્ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા છે. ગોરખપુરથી જિયાલાલ અને સુરજ નામના યુવક બાઈકથી બસ્તીના ભાનપુરમાં હોળીનો તહેવાર સેલિબ્રેટ કરવા જઈ રહ્યા હતા.
બસ્તીના બાલ્ટરગંજ વિસ્તારના જિનવામાં સામેથી આવી રહેલી બાઈકથી જોરદાર ટક્કર થઈ ગઈ. હોસ્પિટલમાં પહોંચીને ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કરી દીધા. મૃતકોની ઓળખ જિયાલાલ, સુરજ અને સુધાંશુના રૂપમાં થઈ.
ગોમતી નદીમાં ત્રણ યુવક ડુબ્યા
સુલતાનપુરમાં હોળીનો તહેવાર સેલિબ્રેટ કર્યા બાદ ગોમતી નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો ડુબી ગયા જ્યારે એક અન્ય ગુમ છે. બપોરે લગભગ ત્રણ વાગે ચારે યુવકો નહાવા માટે કોતાવાલી નગર સ્થિત સીતાકુંડ ઘાટ પહોંચ્યા તેમાંથી એક ડૂબવા લાગ્યો તો અન્યએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો અને આ રીતે ચાર લોકો ડૂબી ગયા.
જાણકારી અનુસાર અમિત રાઠૌડ, ગયા પ્રસાદ અને રૂદ્ર કુમારને પાણીથી બહાર કાઢવામાં આવ્યા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોર્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. જોકે એક હજુ પણ ગુમ છે.
પ્રતાપગઢમાં બે કારો વચ્ચે ટક્કરમાં ત્રણ લોકોના મોત
લખનૌઉ-પ્રયાગરાજ હાઈવે પર બુધવારે બે કારોની સામ સામે ટક્કરમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે.
મૃતકોની ઓળખ પ્રયાગરાજના સોહબતિયા બાગના રહેવાસી રાહુલ શ્રીવાસ્તવ, તેમની પત્ની પ્રાચી અને પુત્ર અર્થના રૂપમાં કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે તે લખનૌઉથી હોળી સેલિબ્રેટ કરવા આવ્યા હતા.
હોળી બાદ નહાતી વખતે 5 લોકો ડૂબ્યા
ઓડિયાના એક વિસ્તારમાં બુધવારે હોળી ઉજવ્યા બાદ તળાવો અને નદીઓમાં નહાવા પડેલા પાંચ લોકોનું ડૂબવાના કારણે મોત થયું છે. કેન્દ્રપાડા જિલ્લામાં બ્રાહ્મણી નદીમાં નહાતી વખતે બે ભાઈઓનું ડૂબવાના કારણે મોત થયુ. કટકના સાલીપુર વિસ્તારમાં ચિત્રપોલા નદીમાં નહાતી વખતે એક યુવક ડૂબી ગયો.
બોલનગીરના સદર વિસ્તારના કંધાપલ્લી ગામના તળાવમાં નહાતી વખતે ડૂબવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. કટકમાં ચૌદ્વારની પાસે મહાનદીમાં નહાતી વખતે એક યુવક ગુમ થયો હતો.
પશ્ચિમ બંગાળ માર્ગ અકસ્માતમાં 8ના મોત
પશ્ચિમ બંગાળના હાવડામાં ઢોલ યાત્રાના દિવસે થયેલા અલગ અલગ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનામાં શિકાર દરેક લોકો બાઈક પર હતા.
ઉલુબેરિયા વિસ્તારના જોયરામપુરમાં ગરચુમુકના કુલગછિયાની તરફ જઈ રહેલા બાઈક સવાર ત્રણ લોકો વિજળીના થાંભલા સાથે અથડાયા જેમાં બે લોકોના મોત થયા.
ત્યાં જ ઉલુબેરિયાના કૈજુરીમાં આ પ્રકારની દુર્ઘટનામાં 19 વર્ષીય એક વ્યક્તિનું પણ મોત થયું હતું. અમતા વિસ્તારના ચખાનામાં બે બાઈકની સામ સામે ટક્કર થવાથી ત્રણ લોકોના મોત થયા હતા. હાવડા શહેરના સલકિયામાં એક બીજી ઘટનામાં બીજા બે લોકોના મોત થયા હતા.
બોલેરો ઝાડ સાથે અથડાતા 5 લોકોના મોત
મધ્ય પ્રદેશના ટીકમગઢ જતારા રોડ પર એક બોલેરો કાર અનિયંત્રિત થઈને ઝાડ સાથે અથડાઈ. આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. તેમાં ચાર લોકોની હાલત ગંભીર છે.
તેમણે ઝાંસી મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યું. જાણકોરી અનુસાર મંગળવારે મોડી રાત્રે લગભગ 12.30 વાગ્યે ઘટના થઈ અને જાણકારી બાદ લગભગ 2 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું.
એક બાઈક પર જતા 6 લોકો થયા દુર્ઘટનાનો શિકાર
રાજસ્થાનથી જોધપુરમાં બે બાઈકની અથડામણ થતા આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે 7 લોકો ઘાયલ છે.
લુણી વિસ્તારના સહાયક ઉપ નિરીક્ષક હુક્મ સિંહે જણાવ્યું કે બુધવારે સાંજે 7 વાગ્યા બાદ કાંકાણી જતા માર્ગ પર શિકારપુરથી બાઈક પર બે લોકો પ્રેમ દાસ અને વિશ્વમિત્ર કાંકાણીની તરફ જઈ રહ્યા હતા. આ રોડ પર કાંકાણીથી શિકારપુર તરફ બાઈક પર 6 લોકો સવાર હતા. જેમની ટક્કર થતા એક મહિલાનું મોત થયું.
ઋષિકેશમાં ત્રણ યુવકો ગંગામાં ડૂબ્યા
ઋષિકેશમાં બુધવારે બે અલગ અલગ ઘટનામાં ત્રણ લોકો ગંગા નદીમાં ડૂબી ગયા. પહેલી ઘટના ઢાલવાળાના શિવપુરી વિસ્તારની છે. જ્યાં નમામિ ગંગે ઘાટ પર બે યુવક ડૂબ્યા હતા. એસડીઆરએફએ સર્ચ ઓપરેશન ચલાવ્યું પરંતુ જાણકારી ન મળી.
તપાસમાં જાણકારી મળી કે યુવક બી.ટેકના વિદ્યાર્થી હતા. તે દહેરાદૂન DITમાં અભ્યાસ કરતા હતા. મિત્ર સાથે હોળી રમવા માટે ઋષિકેશ આવ્યા હતા. નહાતી વખતે બન્ને ગંગા નદીમાં ડૂબી ગયા. બન્નેની ઓળખ કોલકત્તાના રહેવાસી આદિત્ય રાજ અને આગરાના રહેવાસી ઉત્કર્ષના રૂપમાં થઈ છે.
ત્યાં જ બીજી ઘટના લક્ષમઝુલા વિસ્તારમાં પટના વોટર ફોલની પાસેની છે. જ્યાં એક વ્યક્તિનો પગ લપસવાના કારણે તે નદીમાં ડૂબી ગયો.