રંગોનો તહેવાર હોળી ભારતની જેમ વિશ્વના અલગ અલગ દેશોમાં પણ ઉજવવામાં આવે છે. પરંતુ તે રંગોથી નહીં પરંતુ અલગ રીતે ઉજવાય છે. આવો જાણીએ વિદેશોમાં કઈ રીતે ઉજવાય છે હોળી.
આજે ભારત ભરમાં ઉજવાશે હોળી
વિદેશોમાં પણ ઉજવાય છે હોળી
આ દેશોમાં અનોખી રીતે ઉજવાય છે હોળી
આજે હોળીનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. હોળીના અવસર પર રંગોની ધૂમ હોય છે. આખા ભારતમાં લોકો હોળિકા દહનના બીજા દિવસે રંગોથી હોળી રમે છે અને એક બીજાને શુભકામનાઓ આપે છે. હોળીને રંગોનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ પર્વ પર લોકો એક બીજાને ગુલાલથી રંગે છે.
બજારોમાં હોળીના પહેલા જ ઘણા પ્રકારના રંગો વેચાવવાનું શરૂ થઈ જાય છે. રંગ બેરંગી ચહેરા હોળીની ખુશીઓ ડબલ કરી નાખે છે. આમ તો હોળીનો તહેવાર આખા વિશ્વમાં ફેમસ છે. પરંતુ ભારતની જેમ જ અમુક દેશોમાં હોળી જેવા તહેવાર ઉજવવામાં આવે છે. દુનિયાના ઘણા દેશોમાં રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીની જેમ જ લોકો એક બીજાને રંગોથી રંગી નાખે છે. જોકે વિદેશોમાં રંગોની જગ્યા પર ટામેટા કે કિચડથી પણ હોળી રમવામાં આવે છે. આવો જાણીએ દુનિયાના એવા જ દેશો વિશે.
રોમ
ભારતના હોલિકા દહન જેવો તહેવાર રોમમાં પણ ઉજવવામાં આવે છે. રોમની હોળીને રેડિકા કહેવામાં આવે છે. આ દિવસે લોકો શહેરના સૌથી ઉંચા સ્થાનો પર જઈને લાકડાભેગા કરી તેને સળગાવે છે. દહન વખતે રોમના લોકો આગની આસપાસ નાચે છે અને મસ્તી કરે છે.
સ્પેન
સ્પેન ખૂબ જ સુંદર દેશ છે. જ્યાં રંગોનો ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. જે ભારતની હોળી જેવી જ હોય છે. સ્પેનના કલર ફેસ્ટિવલને લા ટોમાટીના કહેવામાં આવે છે. આ દિવસે લોકો રંગોની જગ્યા પર ટામેટાથી હોળી રમે છે. લોકો એક જગ્યા પર એકત્રીત થાય છે અને એક બીજા પર ટામેટા ફેંકે છે.
ઓસ્ટ્રેલિયા
ભારતના હોળી પર્વની જેમ જ ઓસ્ટ્રેલિયામાં પણ હોળી જેવો તહેવાર ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં દર બે વર્ષમાં એક વખત જ રંગોનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના રંગોના તહેવારને વોટરમેલન ફેસ્ટિવલ કહેવામાં આવે છે. જે ફેબ્રુઆરીમાં ઉજવવામાં આવે છે. નામની જેમ જ આ પર્વમાં તરબૂચથી હોળી રમવામાં આવે છે. લોકો એરબીજા પર તરબૂચ ફેંકે છે અને ફેસ્ટિવલનો આનંદ લે છે.
દક્ષિણ કોરિયા
કોરિયા પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિને લઈને ભારત જેવો દેશ છે. ભારતના હોળીના તહેવારની જેમ જ દક્ષિણ કોરિયામાં પણ રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને બોરયોન્ગ મડ ફેસ્ટિવલ કહેવાય છે.
દક્ષિણ કોરિયાનો મડ ફેસ્ટિવલ દર વર્ષે જુલાઈના મહિનામાં ઉજવવામાં આવે છે. ફેસ્ટિવલ વખતે લોકો એક બીજા પર કિચડ ફેંકે છે. એક વિશાળ ટબ બનાવવામાં આવે છે જેમાં કિચડ ભરેલો હોય છે. લોકો આ ટબના કિચડમાં એક બીજાને ફેંકે છે.
ઈટલી
રોમેન્ટિક શહેર ઈટલીમાં રંગોના ફેસ્ટિવલનું આયોજન હોય છે. જેને ઓરેન્જ બેટલ કહેવામાં આવે છે. આ જાન્યુઆરીના મહિનામાં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં લોકો એક બીજાને રંગ નથી લગાવતા પરંતુ સ્પેનની હોળીને જેમ ટામેટા ફેંકે છે. ટામેટાના જ્યુસથી એક બીજાને પલાળે છે.