બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગૃહમંત્રી અમિત શાહે વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે ‘માર્ગ સલામતી કેમ્પેન' લોન્ચ કર્યું, જાણો વિગત
Last Updated: 06:00 PM, 16 January 2025
યુવાનોમાં રોડ સેફ્ટી વિશે જનજાગૃતિ આવે તેમજ રોડ સેફ્ટી માટે સરકારી-બિનસરકારી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા પાલન થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી આજે ‘પરવાહ-CARE’ની થીમ સાથે રાજ્ય વ્યાપી માર્ગ સલામતી કેમ્પેઈન-2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે તા. 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું માર્ગ સલામતી માટેનું 'રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન' સતત 45 દિવસ એટલે કે તા.01 માર્ચ-2025 સુધી યોજાશે. આ અભિયાન દરમિયાન સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ડી.ડી.ઓ., પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિકારી તથા RTOની ઉપસ્થિતિમાં તમામ વિભાગોના અધિકારીઓ તથા NGO સાથે સંકલનમાં રહી માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ADVERTISEMENT
‘માર્ગ સલામતી કેમ્પેન-2025’ લોન્ચ
આજથી શરૂ થતું આ અભિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ તેમજ દરેક શહેર, તાલુકા અને ગામ-ગામ સુધી પહોંચશે. આ અભિયાન માર્ગ સલામતી સપ્તાહ હેઠળ જન જાગૃતિ ઉપરાંત રોડ ઈજનેરીની બાબતો પર વિશેષ કામગીરી, અસરકારક એન્ફોર્સમેન્ટ, જિલ્લા સ્તરે એક્શન પ્લાન, સ્થાનિક સ્તરે વિવિધ સરકારી વિભાગો અને પદાધિકારીઓ દ્વારા વિવિધ આયોજનો, ધાર્મિક સંસ્થાઓ તેમજ ઇન્ફ્લુએનર્સ થકી હેલમેટ, સીટબેલ્ટ જેવી બાબતો પર જાગૃતિ. શાળાના વાહનોની સલામતી માટે વિશેષ માર્ગદર્શન, અકસ્માત સંભવિત વિસ્તારો પર વાહનચાલકોને વિશેષ માર્ગદર્શન આપતા બોર્ડ અંગેની કામગીરી, લાંબા અંતરની સફરમાં ડ્રાઇવિંગમાં લેવાની થતી કાળજીઓ, સગીર વયના બાળકોને વાહન ન ચલાવવા બાબત કાયદાકીય સમજ આપવી જેવા અગણિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માટે 'પરવાહ' થીમ પર જનજાગૃતિ માટે પ્રભાવી ઝુંબેશ માર્ગ સલામતીને સ્પર્શતી રોડ ઇજનેરીની બાબતો પર કાર્યવાહી-સલામત શાળા વિસ્તાર, જંકશન સુધારણા, ટ્રાફિક કાલ્મીંગ મેજર્સ વગેરે અસરકારક એન્ફોર્સમેટ, જિલ્લા સ્થાને મૃત્યુદર ઘટાડવા બાબતનો એક્શન પ્લાન વગેરે જેવી કામગીરી કરવામાં આવશે તેમ, ગુજરાત રોડ સેફટી ઓથોરેટી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કાળજું કંપે તેવો પાપાચાર! સુરતમાં 80 વર્ષીય સાસુને વહૂએ માર્યા ગળદાપાટા, વીડિયો વાયરલ
રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-2025’ના કાર્યક્રમોની મુખ્ય વિગતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.