hiv scientists developed vaccine drug which cures aids disease
GOOD NEWS /
કેન્સર બાદ હવે HIVનો પણ તોડ શોધી કાઢ્યો: વેક્સિનના ફક્ત એક ડોઝથી ખતમ થઈ જશે બિમારી
Team VTV03:18 PM, 15 Jun 22
| Updated: 03:32 PM, 15 Jun 22
કેન્સર બાદ હવે એચઆઈવી-એઈડ્સ જેવી બિમારીનો તોડ સંભવત: વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે.
વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા
કેન્સર જેવી જીવલેણ બિમારીની પણ દવા મળી ગઈ
હવે HIV એઈડ્સની સારવાર પણ શક્ય બની
કેન્સર બાદ હવે એચઆઈવી-એઈડ્સ જેવી બિમારીનો તોડ સંભવત: વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. એક એવી વેક્સિન બનાવામાં સફળતા મળી છે. જેનો ફક્ત એક ડોઝ HIV વાયરસને ખતમ કરી શકાય છે. ઈઝારયલની તેલ અવીવ યુનિવર્સિટીના શોધકર્તાઓ દ્વારા આ વેક્સિનને લેબ રિઝલ્ટ ખૂબ જ સારા રહ્યા છે. વૈજ્ઞાનિકોએ શરીરમાં રહેલા ટાઈપ બી વાઈટ બ્લડ સેલ્સના જીનમાં અમુક ફેરફાર કર્યા, જેમને એચઆઈવી વાયરસે તોડી નાખ્યા હતા. આ સફળતાથી આશા જાગી છે કે, એચઆઈવી એઈડ્સ જેવી ગંભીર બિમારીની સારવાર હવે બહું દૂર નથી.
એચઆઈવી એઈડ્સની હાલમાં કોઈ સારવાર નથી. દવાઓથી જો કે, આ બિમારીને ફેલાતા રોકી શકાય છે અને એચઆઈવી સંક્રમિત વ્યક્તિ લાંબા સમય સુધી જીવતા પણ રહી શકે છે. આ બિમારી એચઆઈવી એટલે કે, હ્યૂમન ઈમ્યોનોડેફિશિએંસી વાયરસથી ફેલાય છે. આ વાયરસ શરીરના ઈમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે. જો તેની સારવાર કરવામા ન આવે તો એઈડ્સ થઈ શકે છે. એક આંકડા અનુસાર 2020માં દુનિયામાં લગભગ 3.7 કરોડ લોકો આ બિમારીનો શિકાર થયા હતા. તે મુખ્ય રીતે અસુરક્ષિત રીતે યૌન સંબંધ, દૂષિક લોહી ચડાવવા અને સંક્રમિત સોઈનો ઉપયોગ કરવાથી સંક્રમિત ગર્ભવતી માતાથી તેના બાળકોમાં ફેલાય છે.
આવી રીતે મળી HIV વાયરસ પર જીત
આ ગંભીર બિમારીનો તોડ શોધી કાઢનારા ડો. આદિ બાર્ઝેલની આગેવાનીમાં વૈજ્ઞાનિકોની ટીમે બી સેલ્સનો ઉપયોગ કર્યો. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ સેલ્સ આપણા શરીરમાં વાયરસ અને ખતરનાક બેક્ટેરિયાથી લડવા માટે એન્ટીબોડી ઉભી કરે છે. તે વાઈટ સેલ્સ બોન મેરોમાં બને છે. પરિપક્વ થવા પર લોહી દ્વારા શરીરના ભાગમાં પહોંચે છે. વૈજ્ઞાનિકોએ આ બી સેલ્સના જીનમાં ફેરફાર કરીને એચઆઈવી વાયરસના અમુક ખાસ ભાગને સંપર્ક કરાવ્યો. તેનાથી થોડો ફેરફાર થયો. ત્યાર બાદ આ તૈયાર બી સેલ્સને એચઆઈવી વાયરસ સાથે ટક્કર કરાવી અને વાયરસ તૂટતો દેખાયો. આ બી સેલ્સમાં એક ખાસ વાત એ જોવા મળી કે, જેમ જેમ એચઆઈવી વાયરસ પોતાની તાકાત વધારતો ગયો, તેમ તેમ તે હિસાબે પોતાની ક્ષમતા વધારતા ગયા અને તેને ટક્કર આપતા ગયા.
HIV જ નહીં પણ કેન્સરમાં પણ કારગર
આ રિસર્ચને પાર પાડનારા ડો. બાર્ઝેલે જણાવ્યું હતું કે, લૈબમાં જે મોડલ્સમાં આ સારવારનું પરીક્ષણ કરવામા આવ્યું, તેમાં ખૂબ સારા પરિણામ જોવા મળ્યા. તેમના શરીરમાં એન્ટીબોડીઝની સંખ્યા ખૂબ વધી ગઈ અને એચઆઈવી વાયરસને ખતમ કરવામાં ખૂબ સફળતા મળી. આ શોધને નેચર મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવી છે. મેડિકલ જર્નલે પોતાના નિષ્કર્ષમાં આ એન્ટીબોડીઝને સુરક્ષિત, શક્તિશાળી અને કામ કરવા યોગ્ય જણાવી છે. કહ્યું છે કે, ન ફક્ત સંક્રમિત લોકો પણ કેન્સર અને ઓટોઈમ્યૂન બિમારીઓની સારવાર માટે પણ કારગાર સાબિત થઈ શકે છે.