બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Hit and run in Ahmedabad's Shahpur, death of person on Activa
Malay
Last Updated: 11:12 AM, 1 June 2023
ADVERTISEMENT
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ થતાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પતિ-પત્નીને લીધા અડફેટે
મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા નીતિનભાઈ તેમના પત્ની ગાયત્રી ભાવસાર સાથે એક્ટિવા પર શાહપુર ખાતે રહેતા સાસુને મળવા આવ્યા હતા. જે બાદ રાત્રીના સમયે તેઓ શાહપુરથી નવા વાડજ પરત જઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નીતિનભાઈનું મૃત્યુ થયું હતું, જ્યારે ગાયત્રીબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી. તો અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
પતિનું મૃત્યુ, પત્ની ઈજાગ્રસ્ત
આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને નીતિનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત ગાયત્રીબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સાથે જ પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
એસ.જી હાઈવે પર બન્યો હતો હિટ એન્ડ રનનો બનાવ
આ અઠવાડિયે જ અમદાવાદના એસ.જી હાઈવે પર કાર ચાલક માતા અને દીકરીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા કાળબેન વઢવાણા અને તેમની દીકરી કોકીબેન સોલંકી એસ.જી હાઈવે પર આવેલા YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ વેળાએ ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બંનેને અડફેટે લીધા હતા.
માતા-દીકરીનું નીપજ્યું હતું મૃત્યુ
આ અકસ્માતમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે એસ.જી હાઈવે પર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.